તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુશ્કેલી:નસવાડી તાલુકામાં વરસાદને કારણે કપાસના છોડ નમી ગયા

નસવાડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોડ જમીન સુધી નમી પડતાં ખેડૂતો ચિંતિત બન્યા
  • કપાસના ઝીડવા હોઇ હવે કપાસ ઉભો થાય તેવી શકયતા નથી : ખેડૂતો

છોટાઉદેપુરના નસવાડીમાં 36 મિમી વરસાદ પડ્યો હતો. આ માવઠાના કમોસમી વરસાદને કારણે કપાસના પાકને ભારે નુક્શાની આવતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આખું વર્ષ ખેડૂતોએ કુદરતી આફતોનો સામનો કર્યો. વારંવારની નુક્શાનીને લઇ ખેડૂતોને પાયમાલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ફરી પડતા પર પટુ સમાન નસવાડી તાલુકામા અચાનક માવઠું થતા કપાસની ખેતી કરતા ખેડૂતોને ફરી એકવાર નિરાશ થવાનો વારો આવ્યો છે. જેને લઈ રતનપુરના ખેડૂતો સરકાર સહાય આપે તે માટે સુત્રોચાર કર્યા હતા. જે પાકની ઉપજ લેવાની તૈયારીમા ખેડૂતો હતા. તે ખેડૂતોના કપાસના છોડ ભારે વવાઝોડા સાથે પડેલા વરસાદને લઇ જમીન દોસ્ત થઈ ગયા છે.

કપાસના ઝીંડવા પણ ખરી પડ્યા છે. નસવાડી તાલુકામાં કુલ 31,283 હેકટર વિસ્તારમાં ખેતી કરાઈ છે. જે પૈકી 23,578 હેકટરમાં કપાસની ખેતી કરાઈ છે. સારા કપાસના ઉત્પાદનની આશા સેવી રહેલા ખેડૂતોને ગત વર્ષે અતિવૃષ્ટિનો માર, ત્યારબાદ માવઠાથી નુકશાનીથી જેમતેમ ઉભો થયેલો ખેડૂતને લોક ડાઉનની ફટકાર પડી હતી. હવે ફરી કમોસમી વરસાદે કમર તોડી નાંખી છે. વારંવારની નુક્શાની જે ખેડૂતોએ વેઠી છે. હવે જ્યારે કપાસના પાક પણ નુક્શાની આવી છે. ત્યારે આવનાર રવિ સિઝનમા કેમ કરીને ખેતી કરશે. તે પણ ખેડૂતો ચિંતા કરી રહ્યા છે. દેવું કરીને ખેતી કરતા ખેડૂતોને હવે લેણદારોથી પણ મોઢું સંતાડવાનો વારો આવ્યો છે.

આખું વર્ષ જે ખેડૂતો નુકસાની વેઠી, તેમાં સરકારે એક પણ પૈસાનું વળતળ આપ્યું નથી. ચોમાસામા ભારે વરસાદથી પણ જે ખેડૂતોને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાંથી પણ છોટાઉદેપુર જિલ્લાને બાકાત રાખતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. હવે બેહાલ બનેલા ખેડૂતો સહાય મળે તે માટે સુત્રોચારની પોકારથી ચૂપ બેઠેલા સરકારી તંત્ર અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે.

હવે કપાસનો પાક મળવો શક્ય નથી
રતનપુરના આજુબાજુના 300 એકરમા કપાસના છોડ જમીન પર નમી ગયા છે. કપાસના ઝીંડવા લાગેલા છે. હવે એ છોડ ઉભા ના થાય. સરકાર સહાય કરે. બધા ખેડૂતો ચિંતા વ્યક્ત કરે છે. ઘરના પ્રસંગો કઈ રીતે ઉકેલાશે. > વિનુભાઈ ભીલ, માજી સરપંચ અને ખેડૂત, રતનપુરરતનપુરના આજુબાજુના 300 એકરમા કપાસના છોડ જમીન પર નમી ગયા છે. કપાસના ઝીંડવા લાગેલા છે. હવે એ છોડ ઉભા ના થાય. સરકાર સહાય કરે. બધા ખેડૂતો ચિંતા વ્યક્ત કરે છે. ઘરના પ્રસંગો કઈ રીતે ઉકેલાશે. > વિનુભાઈ ભીલ, માજી સરપંચ અને ખેડૂત, રતનપુર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો