તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફૂડ પોઈઝનિંગ:લુણાવાડામાં 6 ગાયો પૈકી 3 ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યાં

લુણાવાડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરો દ્વારા સારવાર કરાતાં 3 ગાયોનો બચાવ : શનિવારે 1 ગાયનું મોત થયું હતું
  • તંત્ર દ્વારા ગાયોનું પીએમ ન કરાતાં ક્યા કારણોસર મોત નીપજ્યાં તે અકબંધ રહ્યું

લુણાવાડા નગરમાં શનિવારના રોજ એક ગાયનું પેટ ફુલી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે રવિવારે સવારે વધુ 5 ગાયોનું ફૂડ પોઈઝનિંગ થયુ હોવાનું જણાતા નગરજનો દ્વારા ટોલ ફ્રી નંબર 112 પર કોલ કરતાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ડોક્ટર દ્વારા પરિસ્થિતિ જોતાં જીલ્લા પશુપાલન અધિકારીને જાણ કરતાં જીલ્લા પશુપાલન અધિકારી દ્વારા વધું ડોક્ટરોને મોકલવામાં અાવ્યા હતા. અને તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

સારવાર કરતાં 3 ગાયોનો આબાદ બચાવ થયો હતો પરંતુ બે ગાયોને વધુ પડતી અસર હોવાના કારણે બચાવી ન શકતાં બે ગાયોનું મૃત્યુ થયું હતું. જ્યારે આ બાબતની જાણ નગરપાલિકાના પ્રમુખ બિન્દાબેન શુક્લ ને કરાતા ઘટના સ્થળે પહોંચી યોગ્ય સારવાર મળે તે માટે પ્રયત્ન કરી નગરપાલિકાના સ્ટાફને સૂચના આપી મૃતક ગાયોની અંતિમ વિધિ કરવા માટે જાણ કરી હતી. પરંતુ તંત્રની લાપરવાહીથી ગાયોનું પીએમ ન થતા કયા કારણસર ગાયોના મોત નિપજ્યા છે તે અક બંધ રહ્યું હતું.

આ અંગે કોઈએ ફરિયાદ કરી નથી
ગાયોના મોત ફૂડ પોઈઝનિંગ થયા છે એ પીએમ વગર ખબરના પડે આ અંગે કોઈએ ફરિયાદ નથી કરી અને પીએમ કરવા માટે કોઈ લેટર આવ્યો નથી અને ફરિયાદ થાય તો જ પીએમ થાય.અંતિમ વિધિની પ્રક્રિયા નગરપાલિકામા આવે અમારામાં આવતુ નથી. - એન જી ચાવડા, જીલ્લા પશુપાલન નિયામક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો