તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ત્રોસ:દહેજમાં 10 લાખ રૂપિયા લાવવા સાસરીયાનું દબાણ

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ પત્નીની મંજૂરી વિના બીજા લગ્ન કર્યાં

જંબુસરની મિલ્લતનગર ખાતે રહેતાં ઝહિરૂદ્દીન અકબરઅલી સૈયદની પુત્રી શહેબાજના લગ્ન ભરૂચના થામ ખાતે નુરમહંમદ નઝીરઅહેમદ સૈૈયદ સાથે 2014માં થયાં હતાં. દાંપત્ય જીવનમાં 3 સંતાનનું સુખ મળ્યું હતું. બે સંતાનો બાદ તેના સાસરિયાઓ દ્વારા તેને ત્રાસ ગુજારવામાં આવતો હતો. લગ્નમાં કરિયાવરમાં 10 તોલા સોનાનો સેટ તેમજ ફર્નિચર જ લાવી છે. બાદમાં કાંઇ લાવી નથી તેમ કહી તેને મહેણાંતોણા મારતાં હતાં. ઉપરાંત નજીવા મુદ્દે તકરાર કરી તેન વારંવાર પરેશાન કરવામાં આવતી હત. જે બાદ પિતા પાસેથી 10 લાખ રૂપિયા લઇ આવ તેમ કહી તેને મારઝૂડ કરી કાઢી મુકી હતી. પિયરમાં ત્રીજા સંતાનને જન્મ આપતાં આ સંતાન મારૂ નથી કહી પતિએ બીજા લગ્ન કરી લીધાં હતાં. જેના પગલે શહેબાઝે તેના પતિ નૂર મહંમદ સહિત તેના સાસરિયાઓ નઝીર અહેમદ સૈયદ, ફરીદાબાનું નઝીર સૈયદ, મહેજબીન અસરફઅલી સૈયદ, ફાતીમાબાનું મહેબુબઅલી સૈયદ, સરતાજબાનું મોહસીન સૈયદ તેમજ રૂકશાના બાનુ નુરમહંમદ સૈયદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો