અમદાવાદ / રાજ્યમાં ‘કડક દારૂબંધી’, છેલ્લા બે વર્ષમાં રૂ. 252 કરોડનો દારૂ ઝડપાયો, સૌથી વધુ જથ્થા સાથે સુરત પ્રથમ નંબરે

in last two years 252 crores of alcohol caught in gujarat, surat on top
કયા જિલ્લામાંથી કેટલો દારૂ ઝડપાયો તે અંગેની વિગતો
કયા જિલ્લામાંથી કેટલો દારૂ ઝડપાયો તે અંગેની વિગતો

  • વિધાનસભામાં રાજ્ય સરકારનો સ્વીકાર
  • પાટનગર ગાંધીનગરમાંથી રૂ.10 કરોડ 65 લાખ 3 હજાર 398નો વિદેશી દારૂ ઝડપાયો
  • દારૂની સાથે સાથે ગાંજો( 3,534 કિલો) ઝડપાવા મામલે પણ સુરત પ્રથમ

Divyabhaskar.com

Dec 09, 2019, 07:31 PM IST

અમદાવાદઃ રાજ્યમાં કડક દારૂબંધી હોવાની ગુલાબાંગો વચ્ચે આજે વિધાનસભામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રી(મુખ્યમંત્રી)એ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રૂ.252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર 38 બોટલ ઝડપાઈ છે. તેમજ 18 લાખ 58 હજાર 217 લિટર દેશી દારૂનો સમાવેશ થાય છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી રૂ.10 કરોડ 65 લાખ 3 હજાર 398ની કિંમતની 3 લાખ 18 હજાર 690 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. કિંમતની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ અમદાવાદમાંથી જ્યારે જથ્થાની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ સુરતમાંથી ઝડપાયો છે.

કિંમતની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ અમદાવાદમાંથી ઝડપાયો
સૌથી વધુ વિદેશી દારૂની બોટલ સુરતમાંથી ઝડપાઈ છે. સુરતમાંથી 14 કરોડ 15 લાખ 92 હજાર 602ની કિંમતની કુલ 22 લાખ 59 હજાર 202 બોટલ ઝડપાઈ છે. જ્યારે બીજા નંબર પર વલસાડ છે. વલસાડમાંથી 17 કરોડ 15 લાખ 31 હજાર 770ની કિંમતની 17 લાખ 57 હજાર 889 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ ત્રીજા નંબર પર પંચમહાલ છે. પંચમહાલમાંથી 6 કરોડ 20 લાખ 53 હજાર 596ની કિંમતની 8 લાખ 52 હજાર 590 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ પાંચમાં નંબરે રહેલા અમદાવાદમાંથી રૂ.25 કરોડ 8 લાખ 68 હજાર 519ની કિંમતની 8 લાખ 39 હજાર વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. જો કે કિંમતની દ્રષ્ટીએ અમદાવાદનો પહેલો નંબર આવે છે, પરંતુ બોટલની દ્રષ્ટીએ પાંચમાં ક્રમે છે.

દેશી દારૂ મામલે પણ અમદાવાદ અવ્વલ
તેમજ દેશી દારૂની વાત કરીએ તો અમદાવાદ રૂ. 47 લાખ 49 હજાર 20ની કિંમતના 2 લાખ 37 હજાર 451 લિટર દેશી દારૂ સાથે પ્રથમ નંબર પર છે. ત્યાર બાદ રૂ. 40 લાખ 97 હજાર 897ની કિંમતના 2 લાખ 5 હજાર 484 લિટર સાથે સુરત બીજા નંબરે છે. તેમજ 21 લાખ 5 હજાર 950ની કિંમતના 1 લાખ 5 હજાર 291 લિટર દેશી દારૂ સાથે રાજકોટ ત્રીજા નંબર પર

છે.

રાજ્યમાં બે વર્ષમાં 11 હજાર 831 કિલો ગાંજો પકડાયો
જ્યારે નશાખોરી અંગે રાજ્ય સરકારે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા હતા. રાજ્ય સરકારે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 11 હજાર 831 કિલો ગાંજો પકડાયો હોવાનો સ્વીકાર કર્યો હતો. સૌથી વધુ સુરતમાં 3,534 કિલો ગાંજો ઝડપાયો છે. જ્યારે પાટણ જિલ્લામાંથી 2,462 કિલો અને આણંદમાંથી 2,225 કિલો ગાંજો પકડાયો છે. જ્યારે રાજ્યભરમાંથી 69.60 કિલો ચરસ અને 3236 કિલો અફીણ કબજે કરવામાં આવ્યું છે.

X
in last two years 252 crores of alcohol caught in gujarat, surat on top
કયા જિલ્લામાંથી કેટલો દારૂ ઝડપાયો તે અંગેની વિગતોકયા જિલ્લામાંથી કેટલો દારૂ ઝડપાયો તે અંગેની વિગતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી