• Home
  • National
  • Uddhav Thackeray said that not all coalitions have been rigged in 5 years, no conspiracy to break government

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- 5 વર્ષમાં ક્યારેય ગઠબંધનને દગો કર્યો નથી, સરકાર તોડવાનું ષડયંત્ર કર્યું નથી

Uddhav Thackeray said that not all coalitions have been rigged in 5 years, no conspiracy to break government

  • સામાનાને આપેલા ઈન્ટરવ્યુમાં ઉદ્ધવે કહ્યું- ગઠબંધન માટે શિવસેના-ભાજપે સાવધાની રાખવી જોઈએ
  • આરે કોલોનીના મુદ્દા પર સરકારના સ્ટેન્ડનો વિરોધ કરવા પર બોલ્યા- લોકો સાથે જોડાયેલા મુદ્દા પર અવાજ ઉઠાવતા રહેશે
  • મહારાષ્ટ્રની 288 પરથી ભાજપ 150 અને શિવસેના 124 સીટો પરથી ચૂંટણી લડશે, આદિત્ય ઠાકરે વર્લીમાંથી લડશે

Divyabhaskar.com

Oct 08, 2019, 06:45 PM IST

મુંબઈઃ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે કહ્યું કે 5 વર્ષ દરમિયાન ક્યારે પણ સરકારને પાડી નાખવાનું ષડયંત્ર કર્યું નથી. ઉદ્ધવએ કહ્યું કે અમે મહારાષ્ટ્ર સરકારમાં રહ્યાં, ગઠબંધનમાં હોવા છતા અમારી પાસે એટલી તાકાત ન હતી પરંતુ અમે ક્યારે પણ સરકાર સાથે છેતરપિંડી કરી નથી. અગામી વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની 288 સીટોમાંથી ભાજપ 150 અને શિવસેના 124 સીટો પરથી ચૂંટણી લડશે. આદિત્ય ઠાકરે વર્લીમાંથી ચૂંટણી લડશે. પ્રથમ વાર ઠાકરે પરિવારે કોઈ સભ્યને ચૂંટણીમાં ઉતાર્યો છે.

ઉદ્ધવે પાર્ટીના મુખપત્ર સામનાને કહ્યું- ગઠબંધનમાં રહેવા દરમિયાન જો ગતિ વધી રહી છે તો બંને પક્ષોએ સાવધાની રાખવી જોઈએ. જો આમ ન થાય તો તેના કારણે અકસ્માત થઈ શકે છે.

વિકાસ માટે લોકોને મુશ્કેલીમાં ન મુકવા જોઈએ

ઉદ્ધવે આરે કોલોનીમાં ઝાડ કાપવાનો વિરોધ કર્યો હતો. શિવસેના પ્રમુખે કહ્યું- અમે મેટ્રો કાર શેડના વિરોધમાં નથી, પરંતુ અમે એ જગ્યાના સિલેકશનના વિરોધમાં છે, જ્યાં તેનું નિર્માણ થવાનું છે. વિકાસ લોકોને મુશ્કેલીમાં મૂકીને ન કરવો જોઈએ. શિવસેના હમેશાંથી તે મુદ્દાઓ પર અવાજ ઉઠાવતી રહેશે, જે લોકો સાથે જોડાયેલા છે.

મહારાષ્ટ્રને સારી સરકાર મળશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર તેમણે કહ્યું કે જો ભાજપ અને શિવસેના ગઠબંધન બીજી વખત સતામાં આવે છે તો મહારાષ્ટ્રને વધુ સારી સરકાર અને સુશાસન મળશે. ઉદ્ધવે હાલના ગઠબંધન સરકાર વિશે કહ્યું- શું મે સરકારને પાડી નાખવાનું ષડયંત્ર રચ્યું કે તેને દગો કર્યો... નથી. છેલ્લા 5 વર્ષ દરમિયાન અમે ગઠબંધનમાં રહ્યાં, જ્યારે અમારી પાસે કોઈ તાકાત ન હતી. અમારી વચ્ચે મતભેદ હતા અને જ્યારે પણ મને લાગ્યું કે થોડું ખોટું થઈ રહ્યું છે તો મેં અવાજ ઉઠાવ્યો. ગઠબંધનમાં રહેવા માટે ભાજપ અને શિવસેના બંને સાવધાનીઓ રાખવી પડશે.

ઉદ્ધવે કહ્યું હતું- શિવસૈનિકને મુખ્યમંત્રી પદ પર બેસાડીશ

અગાઉ સામાના સાથેની વાતચીતમાં ઉદ્ધવે કહ્યું હતું- મુખ્યમંત્રી પદ પર શિવસૈનિકને બેસાડીને બતાવીશ, આ મારું શિવસેના પ્રમુખને વચન છે. આદિત્યએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. તેનો અર્થ એ નથી મેં રાજકારણમાંથી સંન્યાસ લીધો છે. હું ખેતી કરવા પણ જઈશ નહિ. હું છું. અને રહીશ.

X
Uddhav Thackeray said that not all coalitions have been rigged in 5 years, no conspiracy to break government

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી