તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:કચ્છમાં કોરોનાના વળતા પાણી સારવાર હેઠળ દર્દીઓ ઘટીને 285 થયા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વધુ 15 પોઝિટિવ ઉમેરાયા પણ 23 સાજા થયા
  • શહેરોમાં અંજાર, ભુજમાં 3-3 અને ગાંધીધામમાં 4 કેસ

કચ્છમાં રવિવારે કોરોનાના વધુ 15 દર્દી ઉમેરાયા છે. પરંતુ, સામે 23 દર્દી સાજા પણ થઈ ગયા છે, જેથી સારવાર હેઠળ દર્દીઓ ઘટીને હવે 285 રહ્યા છે. શહેરોમાં 10 કેસ નોંધાયા છે, જેમાં અંજાર, ભુજના 3-3 અને ગાંધીધામના 4 દર્દી છે. ગામડાઓમાં 5 કેસ નોંધાયા છે, જેમાં અંજારમાં 1, ભુજ અને મુન્દ્રામાં 2-2 કેસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દરરોજ કોરોનાનો આંકડો 30ને પાર રહેતો હતો જેમાં હાલે નોંધનીય રીતે ઘટાડો થતાં લોકોએ રાહતનો દમ લીધો છે.

રવિવારે વધુ 1નું મોત?
જિલ્લામાં અત્યાર સુધી કુલ 2544 પોઝિટિવ કેસ ચોપડે ચડાવાયા છે, જેમાંથી કુલ 2139 દર્દી સાજા થઈ ગયા છે. બાકી રહેતા 405માંથી 285 હજુ સારવાર હેઠળ છે. 70ના મોત થયા છે. પરંતુ, રવિવારે વધુ 1 સાથે 50 દર્દીની સ્થિતિ જણાવાઈ નથી, જેથી વધુ 1 મોત સાથે કુલ 120ના મોતને પરોક્ષ સમર્થન આપવામાં આવ્યું છે.

સ્વખર્ચે સારવાર બેડ

સ્ટર્લિંગ હોસ્પિટલ - ગાંધીધામ 08

સેન્ટ્રલ હોસ્પિટલ - ભુજ5
જે.કે. હોસ્પિટલ - ભુજ5
દિશાન કોવિડ કેર ભુજ 36કુલ 54

​​​​​​​

તાલુકા મુજબ સ્થિતિ

તાલુકોશહેરગામડાકુલસાજા
---- થયેલા
અબડાસા0000
અંજાર3146
ભચાઉ0000
ભુજ3255
ગાંધીધામ4048
લખપત0000
માંડવી0003
મુન્દ્રા0221
નખત્રાણા0000
રાપર0000
કુલ1051523

​​​​​​​

નિ:શુલ્ક સારવાર બેડ

જી.કે. જનરલ હોસ્પિટલ - ભુજ193
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ - અંજાર28
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ - માંડવી20
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ - ગાંધીધામ15
એલાયન્સ હોસ્પિટલ - મુન્દ્રા58
મુન્દ્રા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ - મુન્દ્રા50
હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ - આદિપુર30
ન્યૂ હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ - ગાંધીધામ15
વાયબલ હોસ્પિટલ - ગડા86
રાતા તળાવ - અબડાસા27
એન્કરવાલા હોસ્પિટલ - મસ્કા (માંડવી)28
કોમ્યુનિટી હેલ્થ સેન્ટર - CHC200

કુલ 750

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો