તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ખંભાતમાં ઘર તરફ કચરો નહીં વાળવા બાબતે હુમલો, પોલીસે મહિલા સહિત 4 સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાત શહેરમાં પોતાના ઘર તરફ કચરો નહીં વાળવા બાબતે ઠપકો આપતા લોખંડની પાઈપ અને તલવારથી જીવલેણ હુમલો કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખંભાત શહેરમાં અકબરપુર મોટી ચુનારવાડ ખાતે શશીકાંત હિમતભાઈ ચુનારા રહે છે. તેમના પડોશમાં જ ચેતનભાઈ હિમતભાઈ ચુનારા રહે છે. શનિવારે સવારે સાડા દસ વાગ્યે શશીકાંતભાઈ ચુનારાના ઘરે નજીકમાં રહેતા સંગીતાબેન ચુનારા સાવરણાથી કચરો વાળી શશીકાંતભાઈ ચુનારાના ઘર તરફ કાઢતા હતા.

જેથી શશીકાંતભાઈએ પોતાના ઘર તરફ કચરો નહીં કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેને પગલે સંગીતાબેન અપશબ્દ બોલવા લાગ્યા હતા. જેથી તેમણે તેમને અપશબ્દ ન બોલવા માટે કહેતા ચેતન ચુનારા, અક્ષય ચુનારા, રાહુલ ઉર્ફે નાનુ ચુનારા હાથમા લોખંડની પાઈપ અને તલવાર લઈ આવી શશીકાંતભાઈ તેમજ તેમના સંબંધી અલ્પેશ પર હુમલો કર્યો હતો. હુમલામાં શશીકાંતભાઈને હાથમાં અને માથામાં ઈજા પહોંચી હતી. અલ્પેશભાઈને માથામાં લોખંડની પાઈપ મારતા ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે ખંભાત શહેર પોલીસે ચારેય વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો