અનુચ્છેદ 370 / કાશ્મીર ઘાટીમાં 100માં દિવસે પણ જનજીવન પ્રભાવિત

In Kashmir, the 100th day was affected by life

Divyabhaskar.com

Nov 12, 2019, 04:15 PM IST

શ્રીનગર: કેન્દ્ર સરકારે 5મી ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કર્યાના 100માં દિવસે પણ ઘાટીમાં જનજીવન પ્રભાવિત છે. પોલીસે જણાવ્યું હતું કે આજે કાશ્મીર ઘાટીમાં કોઈ જગ્યાએ કર્ફ્યુથી નિયંત્રણ ન હતું. પરંતુ ધારા-144 હેઠળ સાવચેતી રાખવામાં આવી રહી છે અને ચાર કે વધારે વ્યક્તિએ ભેગા થવા પર પ્રતિબંધ મુકતા પગલા ભરવામાં આવેલા છે. કાશ્મીરમાં એકંદરે શાંતિ પ્રવર્તિ રહી છે. 5મી ઓગસ્ટથી જામિયા મસ્જિદના તમામ દરવાજા સાવચેતીના ભાગરૂપે બંધ છે.


બીજીબાજુ ભારે ઠંડીની પણ જનજીવન પર અસર જોવા મળે છે. શ્રીનગરમાં ખુબ જ ઓછી સંખ્યામાં દુકાનો અને કારોબારી સંકુલો ખુલ્યા હતા. જાહેર પરિવહન બસોની સેવા બંધ છે, જોકે ખાનગી વાહનો માર્ગો પર જોવા મળે છે. વિવિધ રુટો પર સંખ્યાબંધ કેબ્સ પણ જોવા મળે છે. પ્રિ-પેઈડ મોબાઈલ સેવા અને ઈન્ટરનેટ સેવા તથા ભારત સંચાલ નિગમ લિમિટેડ (BSNL)ની બ્રોડબેન્ડ સહિતની સેવાઓ છેલ્લા 100 દિવસથી બંધ છે.

X
In Kashmir, the 100th day was affected by life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી