અનુચ્છેદ 370 / કાશ્મીરમાં 60 સ્થળે ઉદ્યોગ સ્થાપવા, જમીન જોવા 43 ઉદ્યોગપતિ આવ્યા  

કાશ્મીરની ફાઇલ તસવીર
કાશ્મીરની ફાઇલ તસવીર

  • 13,700 કરોડ રૂપિયાના રોકાણની દરખાસ્ત મળી
  • જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં સૌથી મોટા રોકાણની તૈયારીએ જોર પકડ્યું

Divyabhaskar.com

Nov 22, 2019, 01:33 AM IST

ઈશ્ફાક ઉલ હસન, શ્રીનગર: કલમ-370 હટાવ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયેલા જમ્મુ-કાશ્મીરમાં મોટા ઉદ્યોગપતિઓએ રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી છે. જમ્મુ-કાશ્મીર સ્ટેટ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને 43 કંપનીઓએ 60 સ્થળે ઉદ્યોગ સ્થાપવા લેખિતમાં અરજી કરી છે. તેમાંથી કેટલીક કંપનીઓના પ્રતિનિધિઓ આ સ્થળ જોઈ પણ ગયા છે. સિડકોના એમડી રવિન્દ્રકુમારે કહ્યું કે ટૂંક સમયમાં આ કંપનીઓના વડા જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ કરશે. ત્યારપછી ઈન્વેસ્ટર્સ સમિટની તારીખ નક્કી કરાશે.રવિન્દ્રકુમારે કહ્યું કે 43 કંપનીઓએ 13,700 કરોડ રૂપિયાના રોકાણની ઈચ્છા દર્શાવી છે. આ કંપનીઓ આઈટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન, હોસ્પિટાલિટી જેવા 10 સેક્ટરની છે. જો આ કંપનીઓ રોકાણ કરશે તો રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે.
સિડકોએ કંપનીઓને વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ સાથે બોલાવી
સિડકોના એમડી રવિન્દ્રકુમારે કહ્યું કે અમે ઈચ્છુક કંપનીઓને વિસ્તૃત રિપોર્ટ સાથે બોલાવી છે. તેમણે આવવા માટે હા પણ પાડી છે. સુરક્ષાને કારણે તેમની તારીખ જણાવાશે નહીં પણ એ નક્કી છે કે થોડા દિવસમાં આ કંપનીના વડા કાશ્મીર આવશે. ત્યારપછી તેઓ ઈન્વેસ્ટર સમિટમાં સામેલ થશે.
ઈચ્છુક કંપનીઓમાં દાલમિયા, શ્રી સિમેન્ટ અને દુબઈનું લુલુ ગ્રૂપ પણ છે
70 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી દાલમિયા સિમેન્ટ અને કોલકતા સ્થિત શ્રી સિમેન્ટ કાશ્મીરમાં પ્લાન્ટ સ્થાપવા માંગે છે. સિંગાપોર વિહિકલ કોમર્શિયલ ઈલેક્ટ્રિક કારનું એકમ સ્થાપવા માંગે છે. ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ અહીં કેમ્પસ શરૂ કરવા માંગે છે. હેલ્મેટ બનાવતી કંપની સ્ટીલબર્ડ પ્લાન્ટ સ્થાપવા માંગે છે. લેમન ટ્રી બે હોટલ કરવા માંગે છે. દુબઈનું લુલુ ગ્રૂપ પણ રોકાણ માટે ઈચ્છુક છે.

X
કાશ્મીરની ફાઇલ તસવીરકાશ્મીરની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી