તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કપડવંજમાં જમાઇએ સસરા અને સાળા પર હુમલો કર્યો

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાબાના મહુડિયા, નરસિંહપુરમાં રહેતાં હેતલબેન મુકેશભાઇ પરમાર (ઉવ.25) તેના પિયર દાનપુરા તાબે ડેમાઇ ગામે કૌટુમ્બિક ભાભીના સીમંત પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાંથી તેણી સાસરીએ પરત આવતાં પતિ મુકેશ રૂમાલભાઇ પરમાર, સાસુ કપીલાબેન રૂમાલભાઇ પરમારે તું કેમ આટલાં બધાં દિવસ પિયરમાં રોકાઇને આવી છો ? તેમ કહી ઝઘડો કરી મારઝુડ કરી હતી.

જેથી હેતલબેનએ ફોન કરતાં કપડવંજ આવેલાં તેના પિતા ભલાભાઇ તથા ભાઇ અજીતભાઇ, પિતરાઇ રાકેશભાઇએ ઠપકો આપ્યો હતો. જેનાથી ઉશ્કેરાઇ જઇ હેતલબેનના પતિ મુકેશ પરમાર, સાસુ કપીલાબેન, સસરા રૂમાલ હીરાભાઇ પરમાર, રેખાબેન રૂમાલભાઇએ એકસંપ કરી લાકડી, ધોકા, પાવડા વડે હુમલો કરી, ઢીંકાપાટુનો માર મારી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પરિણીતા હેતલબેનને સારવાર અર્થે બાયડ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે કપડવંજ રૂરલ પોલીસે ચાર શખસ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો