બોક્સ ઓફિસ / માત્ર સાત દિવસમાં રીતિક-ટાઈગરની ‘વોર’એ 200 કરોડની કમાણી કરી

In just seven days, Hrithik-Tiger's 'War' grossed 200 crores
X
In just seven days, Hrithik-Tiger's 'War' grossed 200 crores

Divyabhaskar.com

Oct 09, 2019, 02:59 PM IST

મુંબઈઃ સાત દિવસ પહેલાં એટલે કે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી રીતિક-ટાઈગરની ફિલ્મ ‘વોર’એ 200 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે પહેલાં દિવસે 50 કરોડથી વધુની કમાણી કરી હતી. માત્ર ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી. 

‘ભારત’ તથા ‘મિશન મંગલ’ કરતાં વધુ કમાણી કરી

1. સાતમા દિવસે 27 કરોડની કમાણી કરી

સાતમા દિવસે ‘વોર’એ 27.75 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ આ ફિલ્મના હિંદી વર્ઝને 208.05 કરોડની કમાણી કરી છે. જો આ કલેક્શનમાં તેલુગુ તથા તમિળ વર્ઝન ઉમેરવામાં આવે તો ફિલ્મે 216.65 કરોડની કમાણી કરી છે. ‘વોર’એ ‘મિશન મંગલ’ તથા ‘ભારત’ના લાઈફ ટાઈમ કલેક્શન કરતાં વધુ કમાણી કરી છે. ‘મિશન મંગલ’એ 202 અને ‘ભારત’એ 211.07 કરોડની કમાણી કરી હતી. 

‘વોર’એ આ રેકોર્ડ્સ બનાવ્યા

1. 2019ની સૌથી ઝડપી 200 કરોડ કમાનારી ફિલ્મ

વર્ષ 2019મા ‘વોર’એ ‘કબીર સિંહ’, ‘ભારત’ તથા ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ કરતાં સૌથી વધુ ઝડપથી 200 કરોડની કમાણી કરી હતી. ‘કબીર સિંહ’એ 13 દિવસમાં, ‘ભારત’એ 14 તથા ‘ઉરી’એ 28 દિવસમાં 200 કરોડથી વધુ કમાણી કરી હતી. 

2. હિંદી સિનેમાની હાઈએસ્ટ ઓપનર

‘વોર’એ પહેલાં જ દિવસે 53.35 કરોડની કમાણી કરીને જે હિંદી સિનેમાની પહેલી ફિલ્મ બની છે, જેણે પહેલાં દિવસે આટલી કમાણી કરી હોય.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી