તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભક્તિ:ઝાલાવાડમાં નવરાત્રીમાં શકિત ઉપાસનામાં ચંડીપાઠની પરંપરા, 7 દિવસ પાઠ, આઠમ-નોમના માતાના કર, નૈવેદ કરાય છે

સાયલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડમાં નવરાત્રીના દિવસોમાં મંદીરો, કુળદેવીના માતાના મઢ અને ઘરમાં પધરાવેલ ગરબા પાસે દુર્ગ સપ્તશતીના 13 પાઠની (ચંડીપાઠ) કરાવવાની પરંપરા આજે પણ જોવા મળે છે. માઇ ભકતોની આસ્થા સાથે ઉપાસનાના આ પર્વમાં બ્રાહ્મણો પરંપરાગત સાત દિવસ પાઠાત્મક દુર્ગ સપ્તશતીના 13 પાઠની (ચંડીપાઠ)નું વાંચન કરે છે. વ્યાસજી રચિત માર્કેડય પુરાણમાં દુર્ગ સપ્તશતીના 13 પાઠના 700 શ્લોકને પ્રથમ ચરિત્ર મહાકાલી, દ્વિતીય ચરિત્ર મહાલક્ષ્મી અને ત્રિત્તીય ચરિત્ર મહા સરસ્વતીના જોવા મળે છે. નવરાત્રીના ઉપાસના પર્વમાં 7 દિવસ પાઠ કરવાની પરંપરા જોવા મળે છે અને આઠમ અને નોમના દિવસે પરિવારજનો એકત્ર થઇને માતાના કર, નૈવેદ કરીને માતાને રીઝવવાની પરંપરા છે.

દુર્ગ સપ્તશતીના 13 પાઠ
પ્રથમ અધ્યાય :
ચિંતા મુકત, પોઝીટીવ ઉર્જા
બીજો અધ્યાય : વિવાદ અને કોર્ટ-કચેરીમાં સફળતા
ત્રીજો અધ્યાય : શત્રુ પરાજય
ચોથો અધ્યાય : ભકિત, શકિત અને કૃપા દષ્ટ્રી
પાંચમો અધ્યાય : સમસ્યાથી મુકિત, પરેશાન દૂર
છઠ્ઠો અધ્યાય : ભય, ડર અને રાહુ પીડાથી મુકિત
સાતમો અધ્યાય : મનો કામના પૂર્ણ
આંઠમા અધ્યાય : મનવાંછીત સાથી, વશીકરણ
નવમો અધ્યાય : સંતાન સુખ
દશમો અધ્યાય : પુત્ર પ્રાપ્તી, સંતાન સન્માર્ગે
અગીયારમો અધ્યાય : લાભ, ઉઘરાણીમાં સફળતા
બારમો અધ્યાય : માન-સન્માન
તેરમો અધ્યાય : દેવીની ભકિત અને અસીમ કૃપા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો