અંગદાન / જંબુસરમાં 9 વર્ષ પહેલા વિકલાંગ પુત્રીએ માતાને કિડની આપી હતી

In Jambusar, 9 years ago a handicapped daughter gave a kidney to her mother

  • વિશ્વ અંગદાન નિમત્તે સમાજના સારા લોકોએ આગળ આવવું જોઈએ: જેનબ પટેલ
  • માતા અને પુત્રી બન્ને આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે

Divyabhaskar.com

Aug 14, 2019, 09:31 AM IST

જંબુસર: સમગ્ર વિશ્વમાં ૧૩ ઓગસ્ટનાં દિવસને અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.અંગદાનએ બહું મોટું કામ છે જે કોઈ વ્યક્તિને નવી જિંદગી આપી શકે છે. જંબુસર નગરમાં વિકલાંગ પુત્રીએ 9 વર્ષ પહેલા તેની માતાને પોતાની કિડની દાન આપી હતી. જે માતા અને પુત્રી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. પુત્રીએ આજના દિવસે સમાજમાં અંગ દાન માટે આગળ આવવા અપીલ કરી હતી.

જંબુસર નગરના ફજલ પાર્ક રહેતા મૂળ આછોદના રહેવાસી યાકુબ અલ્લી પટેલ તેમની પત્ની સલમા તથા વિકલાંગ પુત્રી જેનબ સાથે રહે છે.તેમના પત્ની સલમાને 2009 માં બીપી વધી જવાથી જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ વધુ ઈલાજ માટે તેઓ રેલવેમાં નોકરી કરતા હોય બરોડા પ્રતાપનગર રેલવે હોસ્પિટલમાં બતાવ્યું હતું .પરંતુ અહીંની દવાથી કોઈ ફરક ન પડતાં સંબંધી દ્વારા સલાહ આપતાં તેઓ ચેન્નઈ ખાતે ગયા હતા.

ત્યાં તેમને રિપોર્ટ દ્વારા માલુમ પડયું હતું કે, તેમની બન્ને કિડની ફેલ છે. ત્યાં પરત આવ્યા બાદ તેમને કિડનીની જરૂરિયાત ઉભી થઈ હતી.વડોદરા હોસ્પિટલ વાળાએ તેમને કિડની દાન કરનારને શોધવા માટે જણાવ્યું હતું. તે સમયે તેમની વિકલાંગ પુત્રી જેનબ કે જેના એક હાથ અને બંને પગ કામ કરતા નથી. તેણે માતાને પોતાની કિડની આપવાની સંમતિ બતાવી હતી. પુત્રીનું બ્લડ ગ્રુપ મેચ થતાં પુત્રીએ પોતાની એક કિડની માતાને આપીને તેમનો જીવ બચાવ્યો હતો.

જેનબને આજે કિડની દાન કર્યાંને 9 વર્ષ પૂર્ણ થતાં માતા અને પુત્રી બન્ને સ્વસ્થ જીવન પસાર કરી રહ્યા છે. આજે વિશ્વ અંગદાન દિવસે વિકલાંગ પુત્રી જેનબ બહેનનું કહેવું છે કે વિકલાંગ થઈને મેં મારી માતાને કિડની દાન કરી તેનો જીવ બચાવી શકતી હોય તો સારા લોકોએ પણ આગળ આવવું જોઇએ.ખરેખર જરૂરિયાતમંદ લોકોને અંગદાન કરી જીવ બચાવવો જોઈએ.

X
In Jambusar, 9 years ago a handicapped daughter gave a kidney to her mother
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી