LED લેમ્પ / ભારતમાં શાઓમીએ Mi રિચાર્જેબલ LED લેમ્પ લોન્ચ કર્યા, ફૂલ ચાર્જમાં 5 દિવસ ચાલશે

In India,xiaomi launches Mi Rechargeable LED Lamp, the full charge will run for 5 days

Divyabhaskar.com

Jul 16, 2019, 07:37 PM IST

ગેજેટ ડેસ્ક.ચીનની કંપની Xiaomiએ ભારતમાં પાંચ વર્ષ પુરા થવાની ખુશીમાં Mi રિચાર્જેબલ LED લેમ્પની જાહેરાત કરી. કંપનીની ક્રાઉડફંડિંગ વેબસાઈટ પર 18 જુલાઈ બપોરે 12 વાગ્યાથી આ નવી પ્રોડક્ટ વેચાણ શરૂ થશે. આ લેમ્પની કિંમત કેટલી છે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ.

આ પ્રોડક્ટની ખાસિયતની વાત કરીએ તો વ્હાઈટ કલર ઓપ્શનમાં આવનાર આ લેમ્પમાં રાઉન્ડ બેસ સ્ટેન્ડ, લોન્ગ સ્લિમ પોલ અને સિલેડ્રિક લેમ્પ આપવામાં આવ્યો છે જેમાં બલ્બ લગાવવામાં આવ્યો છે. શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ જૈનએ ટ્વિટર પર આ નવી પ્રોડક્ટ અંગે જાહેરાત કરી છે.

કંપનીએ જણાવ્યું કે, Mi રિચાર્જેબલ એલઈડી લેમ્પ ત્રણ બ્રાઈટનેસ લેવલ-વ્હાઈટ, વાર્મ વ્હાઈટ અને યલોની સાથે આવશે. કંપનીનો દાવો છે કે એક વખત ફૂલ ચાર્જ કર્યા બાદ આ લેમ્પ પાંચ દિવસ સુધી ચાલશે. વજન ઓછું હોવાથી તેને કોઈ પણ જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે. કંપનીએ કહ્યું કે, વારંવાર લાઈટ જવાની સમસ્યા થાય ત્યારે લોકોને આ લાઈટ બહુ કામમાં આવશે.

ભારતમાં Miને પાંચ વર્ષ પુરા થયા હોવાથી કંપનીનાં ક્રાઉડફંડિગ પ્લેટફોર્મ પર 23 જુલાઈથી એમઆઈ વોટર ટીડીએસ ટેસ્ટર પણ ઉપલબ્ધ હશે. આ ટેસ્ટર દ્વારા યૂજર્સ પીવાના પાણીની ક્લોલિટી ચેક કરી શકશે. કંપનીએ ભારતમાં એમઆઈ બિયર્ડ ટ્રિમર, બાળકો માટે ટ્રક બિલ્ડર ટોય અને Mi સુપર બેસ વાયરલેસ હેડફોન લોન્ચ કર્યા છે. આ સુપર હેડફોન્સની કિંમત 1,799 રૂપિયા છે. તેને બ્લેક-રેડ અને બ્લેક-ગોલ્ડ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.

X
In India,xiaomi launches Mi Rechargeable LED Lamp, the full charge will run for 5 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી