કોરોના / ગુજરાતમાં વિદ્યાર્થીઓને 19 માર્ચથી ઘરે બેઠાં ટીવી ચેનલ્સના માધ્યમથી શિક્ષણ અપાશે, આ ચેનલ્સ પરથી થશે પ્રસારણ

In Gujarat, students will be given education through TV channels at home

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 07:09 PM IST

ગાંધીનગરઃ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને આ વાયરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ હોવાથી શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્યમંત્રી એક અભિનવ પ્રયોગ દ્વારા દેશમાં શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો અભિગમ અપનાવ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્યની શાળાઓના ધોરણ 7 થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવાશે. વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન–અભ્યાસ કરી શકશે.

19 માર્ચથી 28 માર્ચ સુધી દરરોજ આ પ્રકારે 1-1 કલાકનું ઓનલાઇન શિક્ષણ

19 માર્ચથી 28 માર્ચ સુધી દરરોજ આ પ્રકારે 1-1 કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. તેમજ ધોરણ-7 થી 9માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે તેમજ ધોરણ-11માં ફિઝીકસ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાંત શિક્ષકો કરાવશે.

ધોરણ-7ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતનું શિક્ષણ કઈ ચેનલ પર ક્યારે
મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ ધોરણ-7 ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવિઝન–શિક્ષણ ન્યૂઝ-18 ગુજરાતી ચેનલ પરથી બપોરે 12 થી 1, મંતવ્ય ચેનલ પરથી બપોરે 3 થી 4 અને જીટીપીએલ ચેનલ પરથી બપોરે 11-30 થી 12-30 દરમિયાન પ્રસારિત થશે.

ધોરણ-8ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતનું શિક્ષણ આ ચેનલ પર
જ્યારે ધોરણ-8ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવિઝન – શિક્ષણ વી-ટીવી પરથી બપોરે 2 થી 3, ઝી-ર૪ કલાક પરથી બપોરે 11 થી 12 અને વી-આર લાઇવ પરથી સાંજે 5 થી 6 કલાક દરમિયાન પ્રસારિત થશે.

ધોરણ-9ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન, અંગ્રેજી-ગણિતનું શિક્ષણ આ ચેનલ પર
ધોરણ-9ના ક્રમશ: વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતના વિષયોનું રિવિઝન – શિક્ષણ એબીપી અસ્મિતા પરથી બપોરે 2 થી 3, જીએસટીવી પરથી સાંજે 4 થી 5 અને નિર્માણ ન્યૂઝ પરથી સાંજે 5 થી 6 દરમિયાન અપાશે.

ધોરણ-11ના વિદ્યાર્થીઓ કયા સમયે વિજ્ઞાન, અંગ્રેજી અને ગણિતનું શિક્ષણ લઈ શકશે
ધોરણ-11માં ક્રમશ: કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજીના વિષયોનું રિવીઝન-શિક્ષણ ટીવી-9 પરથી બપોરે 12-30 થી 1 અને 3-30 થી 4 સુધી, સંદેશ ન્યૂઝ ચેનલ પરથી બપોરે 3 થી 4, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પરથી બપોરે 4 થી 5 અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ પરથી બપોરે 3 થી 4 દરમિયાન અપાશે.

જે પ્રાદેશિક ચેનલો ધોરણ-11ના વિષયોનું રિવિઝન-શિક્ષણ આપવાની છે તે ચેનલ 27 માર્ચના રોજ ધોરણ-11ના મેથ્સના વિષયનું રિવિઝન-શિક્ષણ અને 28 માર્ચે એકાઉન્ટન્સીનું રિવિઝન-શિક્ષણ અપાશે.

X
In Gujarat, students will be given education through TV channels at home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી