તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં 10 મંત્રી ગ્રેજ્યુએટ, 7 મંત્રી દસ પાસ, એક 5 ચોપડી જ ભણેલા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજય રૂપાણી, નીતિન પટેલ, આર. સી. ફળદુ, કિશોર કાનાણી, જવાહર ચાવડા, કૌશિકકુમાર પટેલ, કાંતિભાઈ બલરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
વિજય રૂપાણી, નીતિન પટેલ, આર. સી. ફળદુ, કિશોર કાનાણી, જવાહર ચાવડા, કૌશિકકુમાર પટેલ, કાંતિભાઈ બલરની ફાઇલ તસવીર.
 • રાજ્યમાં બોર્ડની પરીક્ષા અને વિધાનસભાના સત્ર એક જ સમયે ચાલુ હોવાનો યોગાનુયોગ
 • 30 MLA 12 પાસ 44 MLA 10, 15 માત્ર 8 પાસ

ગાંધીનગર: ગાંધીનગર આપણા મંત્રીઓ અને આપણા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યોની શૈક્ષણિક લાયકાતની વિગતો માત્ર ચૂંટણી હોય ત્યારે જ બહાર આવતી હોય છે, પરંતુ અત્યારે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષા પણ ચાલી રહી છે અને જોગાનુજોગ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. એટલે આ મંત્રીઓ અને ધારાસભ્યો કેટલું ભણ્યા? તે પ્રશ્ન સહેજે લોકોમાં ચર્ચાય. 182 ધારાસભ્યમાંથી 30 ધારાસભ્ય 12 પાસ, 44 ધારાસભ્ય 10 પાસ અને 15 ધારાસભ્ય 8 પાસ છે જ્યારે 15 ધારાસભ્ય તેનાથી પણ ઓછું ભણેલા છે. જોકે, 60 ધારાસભ્ય ગ્રેજ્યુએટ અને 9 પોસ્ટ ગેજ્યુએટ સુધી ભણ્યા છે. 8 ધારાસભ્યે ડિપ્લમા અને 1 ધારાસભ્યે સર્ટિફિકેટ કોર્ષ કરેલો છે. ધારાસભ્યમાંથી મંત્રી બનેલા 7 માત્ર ધોરણ-10 સુધી ભણેલા છે, 1 ધોરણ-12 પાસ, 2 ધો-8 પાસ જ્યારે 1 માત્ર ધોરણ-5 પાસ છે. 
મુખ્યમંત્રી LLB, નાયબ મુખ્યમંત્રી SYBcom
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આર્ટ્સમાં સ્નાતક થયા બાદ LLBનો અભ્યાસ કર્યો છે જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીની કૉલેજમાં એસવાયબીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.  મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમાર અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ LLBની ડિગ્રી મેળવી છે. રાજ્યના 9 મંત્રી ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે.
રાજ્યના મંત્રીઓ કેટલું ભણેલા છે?

 • આર. સી. ફળદુ: શિક્ષણ: 10 પાસ, કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર
 • કિશોર કાનાણી: શિક્ષણ: 8 પાસ, આરોગ્ય પરિવાર કલ્યાણ
 • જવાહર ચાવડા: શિક્ષણ: 10 પાસ પ્રવાસન
 • કૌશિકકુમાર પટેલ: શિક્ષણ: 10 પાસ મહેસૂલ
 • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : શિક્ષણ : LLB
 • સૌરભ પટેલ : ઊર્જા : MBA
 • ગણપતભાઇ વસાવા : આદિજાતિ વિકાસ, વન : ગ્રેજ્યુએટ
 • જયેશ રાદડિયા : અન્ન, નાગરિક પુરવઠો : BE સિવિલ
 • દિલીપકુમાર ઠાકોર : શ્રમ અને રોજગાર: 10 પાસ
 • ઈશ્વરભાઈ પરમાર : સામાજિક ન્યાય અધિકારિતા: 10 પાસ
 • કુંવરજીભાઈ બાવળિયા : પાણી પુરવઠો, પશુપાલન: B.Ed.
 • પ્રદીપસિંહ જાડેજા : ગૃહ: BSC
 • પરષોત્તમ સોલંકી : મત્સ્ય ઉદ્યોગ: ડીપ્લોમા
 • બચુભાઈ ખાબડ : ગ્રામ વિકાસ, પશુપાલન: 10 પાસ
 • જયદ્રથસિંહ પરમાર : કૃષિ(રાજયકક્ષા): BCom, LLB
 • ઈશ્વરસિંહ પટેલ : સહકાર : BA, LLB
 • વાસણ આહિર : સા.-શૈ. પછાત વર્ગોનું કલ્યાણ : 5 પાસ
 • વિભાવરીબહેન દવે : મહિલા અને બાળ કલ્યાણ: M. Com
 • રમણલાલ પાટકર : વન અને આદિજાતિ વિકાસ: 8 પાસ
 • યોગેશ પટેલ : નર્મદા, શહેરી ગૃહ નિર્માણ: 10 પાસ
 • ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા : અન્ન, નાગરિક પુરવઠા: 12 પાસ

ઓછું ભણેલા ધારાસભ્યો

 • કાંતિભાઈ બલર, સુરત ઉત્તર, ધારાસભ્ય, 3 પાસ
 • પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ધારાસભ્ય, અબડાસા, 4 પાસ
 • સંતોકબેન બચુભાઈ અરેઠીયા : રાપર, નિરક્ષર
 • શિવાભાઈ અમરાભાઈ ભૂરિયા : દિયોદર, 2 પાસ
 • કાંતિભાઈ હિમતભાઈ બલર : સુરત નોર્થ,3 પાસ
 • પબુભા વિરમભા માણેક : દ્વારકા, 3 પાસ
 • કરશનભાઈ પૂંજાભાઈ સોલંકી : કડી, 4 પાસ
 • દેવાભાઈ પૂંજાભાઈ માલમ : કેશોદ, 4 પાસ
 • વલ્લભ કાકડીયા : ઠક્કરબાપાનગર, 4 પાસ
 • પરષોત્તમ ઉકાભાઈ સાબરિયા : ધ્રાંગધ્રાં, 5 પાસ
 • વલ્લભભાઈ ધારવિયા : જામનગર ગ્રામ્ય, 5 પાસ
 • વિનુભાઈ ડાહ્યાભાઈ ઝાલાવડીયા : કામરેજ, 5 પાસ
 • સોમાભાઈ ગાંડાલાલ પટેલ : લીંબડી, 5 પાસ
 • ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર : ઉમરેઠ, 5 પાસ
 • પુનાભાઈ ગામિત : વ્યારા : 5 પાસ

વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણી સમયે ઉમેદવારોએ કરેલી એફિડેવિટના આધારે મંત્રીઓ અને ધારાસભ્યોની શૈક્ષણિક લાયકાતની માહિતી એકત્ર કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો