તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દીપડાનો આતંક:ઘોઘંબા તાલુકામાં 8 હુમલા કરનાર આદમખોર દીપડો પકડાતો નથી

ગોધરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા તાલુકામાં દીપડા દ્વારા વારંવાર હુમલા કરવામાં આવતાં વનવિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે.
  • વનવિભાગે 4 પાંજરા મૂક્યા પણ દીપડો ચકમો અાપીને ભાગી જાય છે : ઘોઘંબા તાલુકાના જંગલોમાં 30 થી વધુ દીપડાઓ રહે છે
  • મારણ પાંજરામા મૂકવા છતાં દીપડો બહાર ફરી રહ્યો છે

ઘોઘંબાના માલુ, વાવકુવા ગોયાસુડલ સહિતના ગામોમાં આદમખોર દિપડો લોહી ચાખી ગયો હોય તેમ વારવાર હુમલાઓ કરીને ભાગી જાય છે. અાદમખોર દિપડાઓ બકરા, ગધેડા સહિત અન્ય પ્રાણીઓને પણ મારી નાખ્યા છે. દિપડાઅએ બાળકો પણ હુમલા કરીને ઇજાગ્રસ્ત કર્યા છે. આદમખોર દીપડાને પકડવા વન વિભાગે કમર કસી છે. વનવિભાગને જયા પણ દીપડો દેખાયાની માહીતી મળે છે ત્યાં પાંજરા મુકે છે. પણ દીપડો પાંજરામાં પુરાતો નથી. બે માસથી હુમલાઓ કરતો દિપડાને પકડવા હાલ પણ 4 સ્થળોઓએ પાંજરા મુકયા છે. છતાં ન પકડાતાં પાંજરામાં મારણ રાખે છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર દિપડો જંગલના પ્રાણીઓ જોડે રહેતો નથી. એકાંતમાં ફરે અને હુમલાે કરીને દિપડો જંગલમાં ભાગવાના બદલે તુવરે કે મકાઇના ખેતરમાં સંતાઇ જાય છે. જેથી દિપડો પકડાતો નથી. અત્યાર સુધી 8 હુમલા કરનાર દિપડો અઠવાડીયા પહેલા મકાનના ધાબા પર બેઠો હોવાના સમાચાર વન વીભાગને મળતાં પકડવા પાંજરા મુકયા હતા પણ ત્યાંથી દિપડો જતો રહ્યો હતો. આદમખોર દિપડો હાલ તાલુકામા ફરી રહ્યો છે. વન વીભાગની અેકસ્પર્ટ ટીમ આવીને આદમખોર દીપડાને પકડે નહી તો લોહી ચાખેલ દીપડો ગ્રામજનો કે મુંગા પ્રાણીઓનો ભોગ લેતો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો