- કંઠી પટના ભદ્રેશ્વર ગામમાંથી હજી પણ 23 યુવાનો દેશસેવામાં
- નિવૃત્ત થઇને આવેલા વધુ એક ફોજીનું ગ્રામજનોએ હરખભેર સામૈયું કર્યું: સન્માન સમારંભ યોજ્યો
Divyabhaskar.com
Nov 18, 2019, 08:17 AM ISTગામના હજી પણ 23 યુવાનો સેનામાં ફરજરત છે. આ પ્રસંગે ગામના આશાપુરા મંદિરે જવાનનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં અગ્રણી પ્રદ્યુમનસિંહ જાડેજાએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, છેલ્લાં 5 વર્ષ થયાં ગામનો એકપણ યુવાન સુરક્ષાદળોમાં ભરતી નથી થયો. આ કાર્યક્રમ રાખવાનો હેતુ જ એ છે કે, યુવાનોને દેશસેવામાં જોડાવાની પ્રેરણા મળે. પ્રદ્યુમનસિંહની આ વાત સાંભળીને નિવૃત્ત જવાન વિજયસિંહ તુરત જ બોલી ઉઠ્યા કે, ગામના જે કોઇ યુવાનને સેનામાં જવું હોય તેને આવતીકાલથી જ હું તાલીમ આપવા તૈયાર છું.
સામૈયાં અને સન્માન સમારોહમાં ગામના વડીલો, યુવાનો, બહેનો ઉપરાંત તમામ સમાજના આગેવાનો જોડાયા હતા.
સેનામાં જોડાઓ તો 5001નું ઇનામ
ગામના અગ્રણી પ્રદ્યુમનસિંહની છેલ્લાં 5 વર્ષમાં કોઇ સેનામાં ન જોડાયું હોવાની વાત સાંભળીને અન્ય અગ્રણી રાજેન્દ્રસિંહ જોરૂભા જાડેજાએ હવેથી જે પણ યુવાન સેનામાં જોડાશે તેને પ્રોત્સાહનરૂપે 5001નું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી.