તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાહત:પંદર દિવસમાં બેસ્ટના કાફલામાં વીજળી પર ચાલતી 8 બસ આવશે

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ 300 બસ નવેમ્બરથી તબક્કાવાર દાખલ થતા પ્રવાસીઓને થોડીઘણી રાહત મળી રહેશે

પ્રવાસીઓની વધતી સંખ્યા જોતા બેસ્ટના કાફલામાં વીજળી પર ચાલતી 308 એસી બસ દાખલ કરવામાં આવશે. આ બસ ભાડેથી લેવામાં આવી છે. એમાંથી 8 બસ આગામી પંદર દિવસમાં અને 300 બસ નવેમ્બરથી તબક્કાવાર બેસ્ટના કાફલામાં દાખલ થશે એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી. અત્યારે ઓછી પડતી બસોને કારણે પ્રવાસીઓ તરફથી બસની સંખ્યા વધારવાની સતત માગણી થઈ રહી છે. અત્યારની ભાડેથી લીધેલી 1200 બસ ઉપરાંત વીજળી પર ચાલતી બસો હશે તો બેસ્ટની બસોની સંખ્યા હજી વધશે. બસની સંખ્યા વધશે તો પ્રવાસીઓને થોડા પ્રમાણમાં રાહત મળશે.

અત્યારે બેસ્ટના કાફલામાં 3500 બસ છે. એમાં બેસ્ટની પોતાની માલિકીની 898 બસનું આયખું પૂરું થઈ રહ્યું હોવાથી આવતા વર્ષના માર્ચ સુધી આ બધી બસ ભંગારમાં કાઢી નાખવામાં આવશે. એમાં વળી ભાડેથી લીધેલી 1200 મિની એસી બસમાંથી ફક્ત 460 બસ જ અત્યારે કાફલામાં હોવાથી બેસ્ટની બસોની સંખ્યા ઓછી થશે. કોરોનાની પાર્શ્વભૂમિ પર સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ પાળતા પ્રવાસીઓએ અનેક અડચણોનો સામનો કરવો પડે છે. તેથી બસોની સંખ્યા વધારવા બેસ્ટ ઉપક્રમ તરફથી પ્રયત્ન થઈ રહ્યા છે.

ગયા વર્ષે જૂન મહિનામાં બેસ્ટના મહાવ્યવસ્થાપક સુરેન્દ્રકુમાર બાગડેએ વીજળી પર ચાલતી બસ બેસ્ટના કાફલામાં દાખલ કરવામાં આવશે એવી ઘોષણા કરી હતી. એ અનુસાર પ્રથમ 346 બસોનું નિયોજન કરવામાં આવ્યું. અત્યાર સુધી ફક્ત 38 બસ દાખલ થઈ હતી. એમાં બેસ્ટની માલિકીની 6 નોન-એસી બસ છે અને ભાડેથી લીધેલી 32 એસી મિડી બસ છે. એ પછી વધુ 8 મિડી એસી બસ આગામી પંદર દિવસમાં દાખલ થશે. 160 મિડી અને 140 સિંગલ ડેકર મોટા આકારની બસ આગામી નવેમ્બરથી દાખલ થવાની શરૂઆત તશે. આ 300 બસ એસી અને ભાડેથી હશે. દરેક સિંગલ ડેકર બસની કિંમત રૂ. 2,00,00,000 અને મિડી બસની કિંમત રૂ. 1,70,00,000 છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો