ઇંગ્લેન્ડ / ડ્રોઅરમાંથી 19 વર્ષ જૂનો નોકિયા મોબાઈલ મળ્યો, સ્વિચ ઓન કર્યો તો 70% બેટરી હતી

in England kevin Received 19 year old Nokia mobile from the drawer which was 70% charged

Divyabhaskar.com

Aug 23, 2019, 06:21 PM IST

લંડન: ‘નોકિયા’નો મોબાઈલ ‘3310’ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. ઇંગ્લેન્ડના એલેસમેરે દ્વીપ પર રહેતા કેવિન મૂડીના ઘરમાં 19 વર્ષ જૂનો ‘નોકિયા 3310’ મોડેલનો ફીચર મોબાઈલ મળી આવ્યો હતો. મજાની વાત એ થઈ કે કેવિને આ ફોનને સ્વિચ ઓન કર્યો તો તેની બેટરી 70% હતી!

કેવિનના જણાવ્યા પ્રમાણે થોડાક દિવસ પહેલાં તેઓ ઘરની ચાવી શોધી રહ્યા હતા. કેવિન કહે છે, ‘તે દરમિયાન એક ડ્રોઅરમાંથી મને આ ફોન મળ્યો હતો. આ ફોનને મેં 19 વર્ષ પહેલાં લીધો હતો. હું આ ફોન વિશે ભૂલી જ ગયો હતો. મને યાદ પણ નથી કે મેં તેને છેલ્લી વાર ક્યારે ચાર્જ કર્યો હતો.’

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, નોકિયાએ રિન્યુએબલ એનર્જી બનાવી હતી
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, નોકિયાએ મોબાઈલ ફોનને બદલે રિન્યુએબલ એનર્જી બનાવી હતી. નોકિયાનું આ મોડલ વર્ષ 2000માં લોન્ચ થયું હતું. આ નોકિયાનો સૌથી સફળ ફોન હતો. આ મોબાઈલ તેની મજબૂતીને કારણે દુનિયાભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. તેની મજબૂતીને કારણે જ કંપનીએ તેને ગત વર્ષે જ લોન્ચ કર્યો હતો.

X
in England kevin Received 19 year old Nokia mobile from the drawer which was 70% charged

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી