તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ડાકોરમાં ગોપાષ્ટમી પર્વએ ગામ ગોકુળિયું બન્યું, મંદિર દ્ધારા ગૌપૂજન કરાયું

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રણછોડરાયજી ધામના માર્ગો ગાયોના ધણથી ઊભરાયા

ભગવાન રણછોડરાયજીના ધામ ડાકોરમાં ગોપાષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરાઇ હતી. ડાકોર નગરના રસ્તાઓ પરથી ગાયોના ધણ પસાર થયા ત્યારે જાણે કે ડાકોર નગર ગોકુળિયું બન્યું હોય તેવી અનુભૂતિ લોકોએ કરી હતી. પરંપરાગત રીતે મંદિરના મુખ્ય દરવાજે ગૌપૂજન કરી આરતી કરવામાં આવી હતી.

ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ રવિવારે કારતક સુદ આઠમના પાવન પર્વે ગાયોની આઠમ ઉજવાઇ હતી. મંદિરની ગૌશાળામાં મોટી સંખ્યામાં ગૌધન છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગોકુળમાં સૌ પ્રથમ ગાયોને ચારી તે દિવસ કારતક સુદ આઠમ હતી. તેથી આ દિવસ ગાયોની આઠમ તરીકે ઉજવાતો હોવાની માન્યતા છે. રવિવારે ગોપાષ્ટમીની ઉજવણીમાં કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં લઇને ઓછી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મંદિરની ગૌશાળાની ગાયોનું નગરની સીમ અને નગરના માર્ગો પર વિચરણ કરાયું હતું. બપોરે મુખ્ય દરવાજા આગળ શણગારેલી ગૌમાતા પૂજન કરાયા બાદ ધણને નગરના મુખ્ય માર્ગો પર ફેરવીને પરત ગૌશાળામાં લઇ જવામાં આવી હતી. ડાકોરના માર્ગો પર વર્ષમાં ફક્ત ગાયોની આઠમના દિવસે નગરના માર્ગો પણ ઢંકાઇ જાય એટલી મોટી સંખ્યામાં - સમૂહમાં ગાયો જોવા મળતી હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો