તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દાહોદમાં રેલવેની રૂ.10ના ભાવની મુસાફરી ટિકિટની ખરીદીમાં ઉછાળો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પ્રવેશ માટે લોકોએ નવો રસ્તો અપનાવ્યો
  • રૂ.10ના ભાવની રોજ સરેરાશ 150 ટિકિટની સામે 275 ટિકિટનું વેચાણ

દાહોદઃ કોરોના વાયરસનું સંક્રમણ રોકવા રેલવે વિભાગ દ્વારા લોકોની ભીડને ઓછી કરવા માટે 10 રૂપિયાના ભાવની પ્લેટફોર્મ ટિકિટના 50 રૂપિયા કરી દીધા છે. ત્યારે લોકોએ  નવો રસ્તો શોધી કાઢી પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાના સ્થાને મુસાફરી કરવાની 10 રૂપિયાની ટિકિટ ખરીદતાં હોવાનું જાણવા મળ્યું છે. દાહોદના સ્ટેશને 10 રૂપિયાની ટિકિટના વેચાણમાં ઉછાળો. જ્યારે પ્લેટફોર્મની ટિકિટના વેચાણમાં ઘટાડો નોંધાયેલો જોવા મળી રહ્યો છે.

10 રૂપિયાના ભાવે મુસાફરીની  ટિકિટ મેળવીને લોકો પોતાના 40 રૂપિયા બચાવી રહ્યા છ
દાહોદની બંને દિશામાં અનાસ,બોરડી,રેંટીયા,જેકોટ સુધીની મુસાફરીની ટિકિટનો ભાવ 10 રૂપિયા છે. 50 રૂપિયાની પ્લેટફોર્મ ટિકિટ લેવાની જગ્યાએ 10 રૂપિયાના ભાવે મુસાફરીની  ટિકિટ મેળવીને લોકો પોતાના 40 રૂપિયા બચાવી રહ્યા છે. દાહોદમાં દરરોજ સરેરાશ 300 પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ થતુ હોવાનું નોંધાયેલુ છે. તેની સામે ભાવ વધારા બાદ 72 જ ટિકિટ વેચાઇ હતી. 10 રૂપિયાના ભાવની મુસાફરીની સરેરાશ 150 ટિકિટના નોંધાયેલા વેચાણની સામે તેનો આંકડો વધીને 275 ઉપર પહોંચી ગયો હતો.

પરોઢથી રાત સુધી લોકલ ટ્રેનો હોવાથી સરળતા
દાહોદ શહેરના રેલવે સ્ટેશનેથી ઉપડતી કે અહીં આવતી પરોઢથી માંડીને રાત સુધી નવ ટ્રેનો  એવી છે કે જેકોટ, રેંટીયા, બોરડી અને અનાસ રેલવે  સ્ટેશને રોકાય છે.તેના કારણે આ સ્ટેશનોની મુસાફરી ટિકિટ મેળવવામાં કોઇ પરેશાની થતી નથી. ગણતરીની જ એક્સપ્રેસ ટ્રેનના સમયે લોકલ ટિકિટ નહીં મળતાં કાર્યવાહીથી બચવા કેટલાંક લોકોને ફરજિયાત પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો