તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:દાહોદમાં પિન નંબર જાણી બે યુવકોએ ATMમાંથી વૃદ્ધના 25 હજાર ઉપાડ્યા

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મશીનમાં ભાષા બદલી કાર્ડનો પિન નંબર જાણી લીધો

દાહોદમાં ATMમાંથી રૂપિયા ઉપાડતાં મશીનમાં ભાષા બદલી નાખી વૃધ્ધના કાર્ડનો પીન નંબર જાણી લઇ રૂપિયા 25 હજાર ઉપાડી લઇ વિશ્વાસઘાત કરી ઠગાઇ કરતાં બેજાબાજ બે યુવકો વિરૂદ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદના મંડાવ રોડ ઉપર આવેલી શીતલ સોસાયટીમાં રહેતા 60 વર્ષિય પ્રવિણભાઇ ફતેચંદ વર્મા તા.13મીના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં દાહોદ પોસ્ટ ઓફીસ એમ.ટી.એમ.માં રૂપિયા કાઢવામાં માટે ગયા હતા.

ત્યારે પ્રવિણભાઇ વર્મા દ્વારા રૂપિયા ઉપાડવા જતાં પહેલાથી એ.ટી.એમ.માં ઉભેલા બે ભેજાબાજ અજાણ્યા યુવકોએ મશીનમાં બટન દબાવી ભાષા બદલી નાખતા બે ત્રણ વખત મશીનમાં કાર્ડ નાખી રૂપિયા ઉપાડવાની કોશિશ કરતાં રૂપિયા નિકળ્યા હતા. તે દરમિયાન આ અજાણ્યા બે યુવકોએ પ્રવિણભાઇના કાર્ડનો પીન નંબર જાણી લઇ એ.ટી.એમ.કાર્ડ બદલી નાખી રૂપિયા 25,000 ઉપાડી લઇ પ્રવિણભાઇ વર્મા સાથે વિશ્વાસઘાત કરી ઠગાઇ કરી હતી. આ સંદર્ભે પ્રવિણભાઇ વર્માએ દાહોદ શહેર પોલીસ મથકે અજાણ્યા બે યુવકો વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો