તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણમાં પલટો:ચરોતરમાં સળંગ બે દિવસમાં સરેરાશ દોઢ ઇંચ માવઠું થયું, ડાંગરની મોલાતને નુકસાન

આણંદ, નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • ખંભાત, તારાપુર, સોજિત્રા, નડિયાદ, ખેડા, માતર, વસો, મહેમદાવાદમાં વરસાદ

શુક્ર અને શનિવારે હવાના હળવા દબાણને પગલે ચરોતર પંથકમાં માવઠું થતાં આણંદ, નડિયાદ, સહિત સમગ્ર પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી ભારે વરસાદ ઝીંકાયો હતો. જેને પગલે પંથકમાં વરસાદી પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. આમ ચરોતરમાં ગગન ગાજે હાથિયોની જેમ વરસાદ તૂટી પડતાં આણંદમાં 11 મી.મી, ખંભાતમાં 2 મી.મી, તારાપુરમાં 12 મી.મી, પેટલાદમાં 19 મી.મી, બોરસદમાં 2 મી.મી અને સોજીત્રામાં 2.3 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે નડિયાદમાં 21 મી.મી., ખેડામાં 25 મી.મી., મહેમદાવાદમાં 14 મી.મી., માતરમાં 19 મી.મી., વસોમાં 07 મી.મી. વરસાદ વરસ્યો હતો.

ચોમાસાના અતિવૃષ્ટિ જેવા વરસાદની વિદાય સાથે ચરોતર પંથકના ખેડૂતોએ ખેતર-વાડીઓમાં લહેરાતાં ડાંગર સહિતના મોલાતને કોઠાર-ગોદામમાં ભરવા માંડ્યા હતાં. ગત શુક્રવારે સાંજના અને શનિવારે મોડીરાત્રિના એકા-એક વાતાવરણમાં હવાના હળવા દબાણને પગલે પલટો આવ્યો હતો. આકાશમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ઝીંકાયો હતો. જેને લઈને ચરોતર પંથકમાં વરસાદી પાણીની રેલમછેલની થઈ હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે થયેલા વરસાદ બાદ શનિવારે પુનઃ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડીરાત્રિના વાદળોના ગડગડાટ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી ભારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદી પાણીએ શહેરના રસ્તાઓને પલાળી દીધાં હતા.

તો વળી બીજી તરફ પંથકમાં છેલ્લા બે દિવસ થી પવન સાથે વરસાદ ઝીંકાવાને લીધે આણંદ, ખંભાત, સોજિત્રા, તારાપુર, ખેડા અને માતર તાલુકાના ગામોના ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થયું છે. મોડીરાત્રિના વરસાદ પડતાં ખેડૂતો મોલાત બચાવવા ખેતર-વાડીઓમાં દોડી ગયા હતા. જો કે, વરસાદી પાણીમાં ડાંગરનો પાક પલળી ગયો હતો. કુદરતના કહેર સામે ખેડૂત લાચાર બન્યો હતો. તો બીજી તરફ ખેડાના વિઠ્ઠલપુરામાં અેકા-અેક પડેલા વરસાદમાં કડાકા-ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી. વીજળી ઝાડ પર પડતાં અહીંનાઅેક પશુનું પણ મૃત્યુ નીપજ્યું હતુ.જેની જાણ થતાં ખેડા નગરપાલિકાના કર્મચારીઓએ ઘટનાસ્થળે જઇ તપાસ કરી તેનો રિપોર્ટ ખેડા મામલતદારને મોકલી આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો