તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:CBSEમાં ધો. 9 અને 11ના રજિસ્ટ્રેશનની મુદ્દત લંબાવાઇ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ માટે નોંધણીની તારીખ 4 નવેમ્બર હતી તે વધારીને 19 નવેમ્બર કરવામાં આવી
  • લેઇટ ફી સાથે નોંધણી 28 સુધી કરાવી શકાશે

કોવિડ-19ના કારણે સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થાને માઠી અસર થઇ છે ત્યારે વર્તમાન સમયમાં વાલીઓ અને સ્કૂલ સંચાલકોની સમસ્યાને ધ્યાનમાં લઇ સીબીએસઇએ ધો.9 અને 12માં રજિસ્ટ્રેશનની મુદ્દત 19મી નવેમ્બર સુધી લંબાવી છે. સીબીએસઇએ એક પરિપત્ર જારી કરી જણાવ્યું હતું કે, બોર્ડ પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓના ધો.9 અને 11ના રજિસ્ટ્રેશનની સાથે એડવાન્સમાં થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે સ્કૂલ અને વાલીઓ ખૂબ જ સમસ્યાઓનો સામનો કર્યો છે. જેને ધ્યાનમાં લઇ સીબીએસઇએ ધો.9 અને 11માં એડમિશનની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ નોર્મલ ફી સાથે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી જે લંબાવીને 19 નવેમ્બર કરવામાં આવી છે. જ્યારે લેટ ફી સાથે રજિસ્ટ્રેશનની મુદ્દત 20 થી 28 નવેમ્બર સુધીની કરવામાં આવી છે. સ્કૂલ્સ અને વાલીઓને આ સમયગાળામાં રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરી લેવા તાકીદ કરાઇ છે. વિદ્યાર્થીઓને નોંધણી માટે વધુ સમય ગાળો આપવાની જે માંગ સામુહિક રીતે કરવામાં આવી હતી તેને સીબીએસઈ દ્વારા સ્વિકારવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો