• Home
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Bharudi village of Gondal, the father broke the SIM card while the son was angry and killed his father

રાજકોટ / ગોંડલના ભરૂડી ગામે પિતાએ સીમ કાર્ડ તોડ્યું તો પુત્રએ ગુસ્સામાં આવી પિતાની હત્યા કરી

પુત્રએ પિતાને જમીન પર પછાડ્યાં ત્યારે પિતાને માથાને ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે
પુત્રએ પિતાને જમીન પર પછાડ્યાં ત્યારે પિતાને માથાને ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે

  • પુત્રને વલસાડ જવું હતું અને પિતાએ ના પાડી હતી, ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો

Divyabhaskar.com

Nov 30, 2019, 08:01 PM IST

ગોંડલઃ ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા ભરૂડી ગામ પાસે આવેલી કારખાનાની ઓરડીમાં પુત્રએ પિતાને જમીન પર પછાડી હત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભરૂડી પાસે આવેલા શીતલ મેટલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ તળાજાના પ્રવીણભાઈ મૂળજીભાઈ પટેલ (ઉંમર - 60 વર્ષ) અને તેના એકના એક પુત્ર અજય (ઉંમર - 21 વર્ષ) વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી થતા ઝપાઝપી થઈ હતી. જેમાં અજયે પિતા પ્રવિણભાઈને જમીન પર પછાડતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પિતાએ સીમકાર્ડ તોડતા પુત્રએ ગુસ્સામાં હત્યા કરી
આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરાતા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધના મૃતદેહને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ દ્વારા પીએમ માટે દવાખાને લાવવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રવિણભાઈનો પુત્ર અજય શનિવારે જ ભરૂડી આવ્યો હતો અને તેને ફરી વલસાડ જવું હોવાથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. પ્રવીણભાઈએ અજયના મોબાઈલનું સીમકાર્ડ તોડી નાખતા તે આવેશમાં આવી ગયો હતો અને આ ઝઘડામાં પુત્રના હાથે પિતાની નિર્મમ હત્યા થઈ હતી. પ્રવીણભાઈને સંતાનમાં અજય ઉપરાંત બે દીકરીઓ પણ છે, જેમાંથી એક દીકરી વલસાડ રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

X
પુત્રએ પિતાને જમીન પર પછાડ્યાં ત્યારે પિતાને માથાને ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છેપુત્રએ પિતાને જમીન પર પછાડ્યાં ત્યારે પિતાને માથાને ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી