તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આત્મહત્યા:ભાગળમાં યુવકે આર્થિક સંકડામણથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાગળ ચાર રસ્તા નજીક રહેતા યુવકે આર્થિક સંકડામણના કારણે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. ભાગળ ચાર રસ્તા નજીક આવેલી ઘંટીશેરીમાં રહેતાં નિકુંજભાઈ નરેન્દ્રભાઇ ફુલવાલા (ઉ.૩૨)જરીના કારખાનામાં કોમ્પ્યુટર ઓપરેટર હતા. રવિવારે બપોરે તેમણે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતાં પરિવારે તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા અઠવા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમીક તપાસમાં આર્થીક સંકડામણના કારણે તેમણે આપઘાતનું પગલું ભર્યુ હોવાનુ સામે આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો