તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:આંકલાવમાં કોવિડ-19ને લીલીઝંડી લહેરાવી વિજયરથનું પ્રસ્થાન કરાયું

આંકલાવ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં હાલ કોવિડ 19 જનજાગૃતિ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રિજનલ આઉતરિચ બ્યુરો અને યુનિસેફ ના સંયુક્ત સહયોગથી પૂર્વી કોમ્યુનિકેશન અમદાવાદના કલાકારો દ્વાર આંકલાવમાં દિવસ દરમિયાન કોવિડ 19 જાગૃતિ અભિયાન માટે કોવિડ -19 વિજયરથ 5 સ્થળો ની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જનજાગૃતિ માટે નાટક દ્વારા સમજૂતી આપવામાં આવી અને જરૂરિયાત વાળા લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું મફત વિતરણ કરાયું હતું.આયુષ મંત્રાલય મારફત કોવિડ વિજય રથ દ્વારા જન જાગૃતિ તથા દવા વિતરણ તથા સોસીયલ ડિસ્ટન્સ માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી જેમાં આંકલાવ શહેર ભાજપ મહામંત્રી વિશાલભાઈ પટેલ, તથા વિપુલભાઈ શાહ, ઉપપ્રમુખ વિપુલભાઈ ગુહા મહિલા મોરચા પ્રમુખ ઉર્મિલાબેન પંચાલ તથા ્ટાફ હાજર રહ્યા અને લીલી ઝંડી લહેરાવી રથનું પ્રસ્થાન કરાવ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો