તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:અંજારમાં કારમાં આવેલા 15 શખ્સોએ બે યુવાન પર જીવલેણ હુમલો કર્યો, 1 ગંભીર

ગાંધીધામ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવલખા, ખાંડેક, વાઘુરા ગાંધીધામ, અંજારમાં મારામારી

કચ્છના અંજાર,શિવલખા, ગાંધીધામ, ખાંડેક અને વાઘુરામાં હુમલલો અને મારામારીમાં 8 લોકો ઘાયલ થયા હોવાની 6 ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે.

કચ્છમાં હુમલા-મારામારીના 6 બનાવમાં 8 લોકો ઘાયલ
અંજારના ભાવિનભાઇ અંબારામભાઇ ખાંડેકાની ફરિયાદ મુજબ ગત સાંજે તેઓ મામાઇ ભાઇ શૈલેષ પ્રભુરામ મઢવી સાથે ગંગાનાકે ઉભા હતા ત્યારે તેમનો ભાઇ અંકુર અને ભાણેજ પારસ નાગજીભાઇ દાદલ આવ્યા હતા. તે જ સમયે પપ્પુ નાથબાવા બાવાજી આવ્યો હતો અને ગત બપોરે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી અંકુરનો હાથ પકડી લઇ ગયો હતો અને પપ્પુ નાથબાવા બાવાજી, જગદિશ હરી નાથબાવા બાવાજી, ધનસુખ હરી નાથબાવા બાવાજી, હરી નાથબાવા બાવાજી, દિપક નાથબાવા બાવાજી, આનંદ નાથબાવા બાવાજી, ભીખાભાઇ ડબલરોટી વાળા, એસ.એ.બાવા પત્રકાર સાથે અન્ય અજાણ્યા પાંચ થી સાત ઇસમોએ તલવાર, છરી, લાકડી, ધોકા જેવા ઘાતક હથીયારથી હુમલો કરી માર મારતાં તેને છોડાવવા વચ્ચે પડેલા શૈલેષને પણ પેટના ભાગે, કુખના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી શૈલેષની હાલત અતિ ગંભીર બતાવાઇ રહી છે, તો અંકુરને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હુમલો કરનાર ઇસમો છકડો અને અલ્ટો કારમા઼ ફરાર થઇ ગયા હતા. આ બાબતે પીએસઆઇ ગોપાલ વહુનિયાને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે. હાલ આ હુમલામાં ઇજાગ્રસ્ત અંકુરભાઇના દિકરાએ દાબેલી ખાવા ગયેલો ત્યારે થયેલી બોલાચાલી કારણભૂત હોવાનું જણાય છે બાકી સાચું કારણ નિવેદન બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે.

ગાંધીધામમાં પાણી વાળવા બાબતે વૃધ્ધાને ઇજા પહોંચાડાઇ
ગાંધીધામના ભારતનગરની કૈલાસ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય જમનાબેન મમુભાઇ સથવારાએ ફરિયાદ નોંધાવી છે કે ગત સવારે બાજુમાં જ રહેતા કૌશિક, મનિષ અને કિશોર સથવારાએ ઘર પાસે પાણી વાળવા મુદ્દે બોલાચાલી કરતાં તેમણે વરસાદનું પાણી આવતું હોવાનું જણાવતાં કૌશિકે ઉશ્કેરાઇ જઇ તમે અવાર નવાર પાણી ઘર પાસે ઢોળો છો કહી દરવાજાને લાત મારતાં દરવાજો જમનાબેનને માથામાં લાગતાં તેમને ઇજા પહોંચી હતી.

શિવલખામાં પાણીના ટેન્કર મુદ્દે આધેડને ચાર ઇસમોએ માર માર્યો
ભચાઉ તાલુકાના શિવલખા સીમમાં આવેલા અદાણી પાવર પ્લાન્ટમાં પાણીના ટેન્કરોનો સપ્લાય કરવા મુદ્દે મનદુ:ખ રાખી અનિલસિંહ અમરસિંહ જાડેજા, દશરથસિંહ મનુભા જાડેજા, ઘનુભા રામજી જાડેજા અને ઇન્દ્રસિંહ બાલુજી જાડેજાએ ગામ પાસે આવેલી મેંદુભાની વાડીએ 50 વર્ષીય રાસુભા શિવુભા જાડેજાને કુહાડી, ધારિયું અને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ રાસુભાએ લાકડિયા પોલીસ મથકે નોંધાવી છે.

ખાંડેકમાં ભાણેજના પ્રેમલગ્નનું મનદુ:ખ રાખી યુવાનને માર મરાયો
રાપર તાલુકાના ખાંડેક ખાતે રહેતા રમેશભાઇ પ્રાગજીભાઇ ખાંડેકાએ ફરિયાદ નોંધાવી છે કે, તે પોતાના ખેતર જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં ભચુભાઇ ધરમશીભાઇ મારાજ અને પ્રભુભાઇ ભોજાભાઇ મસુરીયાએ તેમને ઉભા રાખી તારા ભાણેજ અજયે મારી બહેનની દિકરી સાથે પ્રેમલગ્ન કેમ કર્યા કહી ધોકા વડે માર મારી કપાળમાં અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચાડી હતી. રાપર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાઘુરામાં ચાની હોટલે યુવાન પર હુમલો કરાયો
મુન્દ્રા તાલુકાના વાઘુરા ગામે રહેતા રાજેશ કાનાભાઇ ચાવડા(ઉ.વ.25) સવારે 9 વાગ્યાના અરસામાં ગામમાં આવેલી હોટલે ચા પીવા ગયેલ ત્યારે તેમની સામે સ્ટુલ આપવા મુદ્દે ઘર્ષણમાં ઉતરેલા બાબુ દુદા ચાવડા(રહે વાઘુરા)એ ઉશ્કેરાઈને ભૂંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી સાથે લાકડાના ધોકાથી ફટકારતા તેમને નાક પર ફેક્ચર જેવી ઇજજાઓ થઇ હતી.ઘટનાને પગલે તેમને સારવાર અર્થે સીએચસી બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.બનાવને પગલે મુન્દ્રા પોલીસે આરોપી બાબુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો