જીવનદાન / અમરેલીમાં 21 દિવસની બાળકીનું બંધ હૃદય 108ની ટીમે ધબકતું કર્યું

બાળકીનું બંધ હૃદય 108ની ટીમે ધબકતું કર્યું
બાળકીનું બંધ હૃદય 108ની ટીમે ધબકતું કર્યું

  • 108ની ટીમ જ્યારે બાળકીના ઘરે પહોંચી ત્યારે તેનું હૃદય બંધ હાલતમાં હતું

Divyabhaskar.com

Oct 18, 2019, 10:17 AM IST

અમરેલી:કુંકાવાવ રોડ પર 21 દિવસની એક બાળકી તાવમા સપડાયા બાદ તેનુ હૃદય બંધ થઇ ગયુ હતું. 108ની ટીમ તેના ઘરે પહોંચી ત્યારે બાળકીના શ્વાસ બંધ હતા. જેથી સ્થળ પર જ 108ની ટીમે છાતી પર દબાણ આપી કૃત્રિમ શ્વાસ આપતા જ જાણે ચમત્કાર થયો અને આ બાળકીનુ હૃદય ફરી ધબકતુ થયુ. હાલમાં આ બાળકીને સારવાર માટે અમરેલી સીવિલમાં ખસેડાઇ છે.

બાળકી હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ ઘટના અમરેલીનાં કુંકાવાવ રોડ પર ગઇ મોડી રાત્રે બની હતી. અહીના એક ગરીબ પરિવારની 21 દિવસની બાળકીને તાવ આવતો હોય બેશુધ્ધ બની જતા આ અંગે 108ને જાણ કરાઇ હતી. જેને પગલે ઇએમટી સાગરભાઇ મકવાણા અને પાયલોટ અકબરભાઇ પરમાર તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા. બાળકીને તપાસતા તેના શ્વાસોશ્વાસ બંધ જણાયા હતા. એટલુ જ નહી તેનુ હૃદય પણ ધબકતુ બંધ થઇ ગયુ હતું. 108ના સ્ટાફે હેડકવાર્ટરમા રહેલા ઇમરજન્સી ફિઝીશ્યનનો સંપર્ક કર્યો અને તેમની સલાહ મુજબ બાળકીને કૃત્રિમ શ્વાસ આપી છાતી પર દબાણ આપવાનુ શરૂ કર્યુ હતું. અને તે સાથે જ જાણે ચમત્કાર થયો બાળકીનુ બંધ પડેલુ હૃદય ફરી ધબકવા લાગ્યું. એમ્બ્યુલન્સમાં જ આ બાળકીને સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાઇ હતી.

એમ્બુલન્સ અમારા માટે ભગવાન બનીને આવી
બાળકીની માતા કાજલબેને જણાવ્યું હતુ કે આ એમ્બ્યુલન્સ અમારા માટે જાણે ભગવાન બનીને આવી હતી. મારી આર્થિક સ્થિતિ સારી નથી. તેવા સમયે કોઇ મોટી હોસ્પિટલની દોડાદોડીને બદલે ઘર આંગણે મારી દિકરીને નવુ જીવન મળી ગયું.

એક સારું કામ કર્યાનો આનંદ- EMT
એમ્બ્યુલન્સના ઇએમટી સાગરભાઇ અને પાયલોટ અકબરભાઇએ જણાવ્યું હતુ કે ભલે રોજગારી માટે નોકરી કરતા હોઇએ પરંતુ જયારે આવુ કામ આપણા હાથે થાય ત્યારે તેનો આનંદ કંઇક જુદો જ હોય છે.

X
બાળકીનું બંધ હૃદય 108ની ટીમે ધબકતું કર્યુંબાળકીનું બંધ હૃદય 108ની ટીમે ધબકતું કર્યું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી