તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા પાસેથી દોઢ માસમાં પોલીસે 5.22 લાખનો દંડ વસુલ્યો

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનો કહેર વચ્ચે પોલીસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર અને માસ્ક ન પહેરનાર પર ઘોંસ બોલાવી

પોરબંદર જિલ્લામાં છેલ્લા દોઢ માસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી કરી કુલ રૂ. 5.22 લાખનો દંડ તેમજ માસ્ક પહેર્યા વગર બહાર નીકળેલ વ્યક્તિઓ સામે દોઢ માસમાં કુલ રૂ. 26 લાખનો દંડ વસુલી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટ્રાફિક નિયમોનો ભંગ બદલ ચાલકોને દંડવામાં આવે છે.

જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન થાય તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટે અને અકસ્માતે મૃત્યુ દરનું પ્રમાણ ઘટે તેવા પ્રયાસો જિલ્લા ટ્રાફિક વિભાગના પીએસઆઇ જી.બી.ગોહિલ દ્વારા કરવામાં આવે છે ત્યારે ગત માસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી કરી ચાલકોને કુલ રૂપિયા 2,77,700 નો સ્થળ દંડ વસુલવામાં આવ્યો હતો અને ચાલુ માસના તા. 14 સુધી 2,44,700 નો દંડ વસુલ્યો છે. આમ છેલ્લા દોઢ માસ દરમિયાન પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ રૂ.5,22 400 રૂપિયાનો સ્થળ દંડ વસુલ્યો હતો. જ્યારે જિલ્લામાં માસ્ક વગર નીકળતા વ્યક્તિઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ગત માસે માસ્ક પહેર્યા વગર બહાર નીકળેલ વ્યક્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી મૂળ રૂપિયા 20,62,000 નો દંડ તેમજ આ ચાલુ માસની તા.14 સુધીમાં કુલ 5,41,000 નો દંડ વસુલ્યો હતો.આમ છેલ્લા દોઢ માસ દરમિયાન માસ્ક પહેર્યા વગર નીકળેલ વ્યક્તિઓ સામે પોલીસે કાર્યવાહી કરી કુલ રૂ. 26,03,000 રૂપિયાનો દંડ વસુલ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો