તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જૂથવાદ:કોંગ્રેસ પ્રભારી સાથેની બેઠકમાં બંને જૂથના કોર્પોરેટરોએ ઊભરો ઠાલવ્યો

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાની ચૂંટણી પહેલાં જૂથવાદ થાળે પાડવા કવાયત

મહેસાણા નગરપાલિકામાં બે જૂથમાં વહેંચાયેલા કોંગ્રેસી કોર્પોરેટરોનો વિવાદ આગામી ચૂંટણી પહેલાં નાથવા પક્ષે કવાયત હાથ ધરી છે. રવિવારે સર્કિટ હાઉસમાં બે કલાક ચાલેલી બેઠકમાં બંને જૂથના કોર્પોરેટરો અને કાર્યકરોને વારાફરતી બાયડના ધારાસભ્ય અને પ્રભારી જશુભાઇ પટેલે સાંભળ્યા હતા. જેમની રજૂઆતો તેઓ પ્રદેશ પ્રમુખને મોકલશે. જોકે, બેઠકમાં બંને જૂથને વિવાદો ભૂલી એકતા જાળવવાનો મેસેજ અપાયો હતો.

નગરપાલિકાની ગત સભામાં કોંગ્રેસી કોર્પોરેટરોનું 11નું જૂથ સભા વોકઆઉટ કરી ગયું હતું, તો 6 સભ્યોના જૂથે પાર્ટી વ્હીપ મુજબ કારોબારીમાં બે નામો સૂચવી ભાજપ શાસિત પાલિકામાં કામોમાં સર્વાનુમતે મંજૂરીનો સૂર પુરાવ્યો હતો. રવિવારની બેઠકમાં વ્હીપના અનાદર બદલ 11 કોર્પોરેટરોને ખુલાસાની શહેર પ્રમુખની નોટિસ, શહેર પ્રમુખ સામે એક જૂથની નારાજગી, પાર્ટી વ્હીપ સહિતની બાબતો બેઠકમાં ચર્ચાઇ હતી. જેમાં કારોબારી ચેરમેન જૂથ અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી જૂથ કાર્યકરો સાથે અલગ અલગ પ્રભારીને મળી રજૂઆતો કરી હતી. બેઠકમાં જિલ્લા પ્રમુખ રાજુભા દરબાર, શહેર પ્રમુખ પી.કે. પટેલ હાજર રહ્યા હતા.

પ્રભારી હવે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ કરશે
જિલ્લા પ્રમુખ રાજુભા દરબારે કહ્યું કે, પાલિકાના નગરસેવકોના બંને જૂથને પ્રભારીએ સાંભળ્યા છે. હવે તેઓ પ્રદેશ પ્રમુખને રિપોર્ટ કરશે. બંને જૂથના સદસ્યોને પાર્ટીમાં એકતા જોઇએ અને વિવાદો ભૂલીને કામે લાગી જવા સુચવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો