તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પ્રેમસંબંધમાં યુવતી ગર્ભવતી થઇ ગર્ભપાત કરાવી બાળક દાટી દીધું

અમરેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • દામનગર તાબાના નારાયણ નગરનો બનાવ
  • યુવતી અને ઢસાના તબીબ સહિત ચાર સામે ગુનો નોંધાયો

દામનગર તાબાના નારાયણનગરમા વાડીમા કામ કરતી ખેતમજુર યુવતીને યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ ગર્ભવતી બનતા ઢસાના ડોકટરે તેનુ ગેરકાયદે ગર્ભપાત કરી બાળક જીવિત હોવા છતા યોગ્ય સારવાર નહી કરતા બાળકનુ મોત થયુ હોય પોલીસે આ અંગે યુવતી અને ડોકટર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

કુંવારી યુવતી ગર્ભવતી બન્યાંની અને બાદમા તેનો ગેરકાયદે ગર્ભપાત કરાયાની આ ઘટના દામનગરના નારાયણનગરમા બની હતી. સ્થાનિક પોલીસ મથકના પીએસઆઇ વી.એલ.પરમારે આ બારામા ગઢડા તાલુકાના ઇતરીયા ગામની યુવતી અને તેના કાકા તથા કાકી અને ઢસાના ડોકટર પારસ પ્રહલાદભાઇ શ્રવણ સામે ફોજદારી ગુનો નોંધ્યો છે. અહીના સિધ્ધાર્થ દિલીપભાઇ જોશીએ તારીખ 25/12/19ના રોજ પોલીસને એવી જાણ કરી હતી કે તેની વાડીના શેઢે કંઇક દાટી દેવાયુ છે. જેથી પોલીસે અહી તલાશી લેતા એક મૃત નવજાત મળી આવ્યું હતુ. ત્યારબાદ પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામા આવી હતી. ઇતરીયાની યુવતી ગામમા ખેતમજુરી કરતી હોય તેને ઇતરીયાના મના ભરત કતારીયા નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેએ શરીર સંબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની હતી. જે અંગે પરિવારને જાણ થતા ગર્ભપાત કરાવવાનો નિર્ણય કરાયો હતો.

આ યુવતીને ઢસામા સીતારામ હોસ્પિટલમા ડોકટર પારસ શ્રવણ પાસે લઇ જવાઇ હતી. આ ડોકટરે યુવતીને પોતાની હોસ્પિટલમા દાખલ કરી હતી. ગર્ભના સાતમા માસે ડિલેવરી કરાવી દીધી હતી. યુવતીએ જીવિત બાળકને જન્મ આપ્યો હતો. જો કે બાળક નબળુ હોય ડોકટર શ્રવણે તેને અમરેલીની નવજીવન હોસ્પિટલમા જાતે જ દાખલ કરાવી દીધુ હતુ. યુવતીના વાલી હોસ્પિટલનો ખર્ચ આપી શકે તેમ ન હોય બાળક જોખમી હોવા છતા ડોકટર શ્રવણે અમરેલી હોસ્પિટલમા તેની રજા લેવડાવી દીધી હતી. અને જાતે જ બાળક વાલીને સોંપવા જતા હતા ત્યારે રસ્તામા તે મૃત્યુ પામ્યુ હતુ. આમ ડોકટરની ઘોર બેદરકારી ખુલી હતી.

યુવતીની સગાઇ થવાની હોય ગર્ભપાત કરાવ્યો
યુવતીએ પ્રેમી સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી થઇ હતી. પરંતુ છ માસ સુધી તેણે પરિવારથી છુપાવી રાખ્યું હતુ. જો કે આ યુવતીની સગાઇની વાત ચાલુ થતા તેણે પરિવારને આ અંગે વાત કરી હતી. જેને પગલે તેનો ગર્ભપાત કરાવાયો હતો.

પોલીસે ડોકટર સામે પુરાવા એકઠા કર્યા
દામનગર પોલીસે તપાસ દરમિયાન ઢસાના ડો.પારસ શ્રવણ સામે પણ મજબુત પુરાવા એકઠા કર્યા હતા. તેની હોસ્પિટલના સીસીટીવી ફુટેજ ઉપરાંત અમરેલીની નવજીવન હોસ્પિટલના સીસીટીવી ફુટેજ પણ કબજે લેવાયા.

બાળકનો મૃતદેહ સોંપતા પહેલા પોતાની ફી માંગી
ઢસાના ડો. પારસ શ્રવણ જ બાળકને અમરેલીની હોસ્પિટલમાં થી રજા લઇ પોતાની હોસ્પિટલે લઈ જતા હતા ત્યારે રસ્તામાં ગુજરી ગયું હતું. યુવતિના પરિજનો બાળકની લાશ લેવા આવ્યા ત્યારે પહેલા ડૉક્ટરે પહેલા પોતાની ફી માંગી હતી. અન્ય એક પરિચિતે તેની જવાબદારી સ્વીકાર્યા બાદ જ બાળકની લાશ તેના પરિવારને સોંપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો