તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એજ્યુકેશન:3 વર્ષમાં 23 ખાનગી સ્કૂલોને એફઆરસી દ્વારા પેનલ્ટી કરાઈ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફી વધારાની દરખાસ્ત કે સોગંદનામાં મોડા રજૂ કરવાના પગલે એફઆરસી દ્વારા સ્કૂલોને દંડ ફટકારાયો હતો

ખાનગી ર્સ્વનિભર શાળાઓ દ્વારા ફીની ઉઘાડી લૂંટના પગલે સરકાર દ્વારા વર્ષ 2017માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરાયો હતો. વડોદરા ઝોનની એફઆરસી દ્વારા 2017થી અત્યાર સુધી શહેર-જિલ્લાની 23 શાળાને પેનલ્ટી કરાઈ હોવાની માહિતી સાંપડી છે. સ્કૂલો દ્વારા દરખાસ્ત કે સોગંદનામું મોડાં રજૂ કરાયાં હોવાથી દરેક સ્કૂલોને 5000 દંડ ફટકારાયો છે.એફઆરસી દ્વારા ખાનગી શાળાની ફી નક્કી કરવાની સાથે નક્કી કરાયેલી ફી શાળાઓ લે છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું પણ હોય છે. ખાનગી ર્સ્વનિભર શાળા દ્વારા એફઆરસીના આદેશોનું ઉલ્લંઘન કરાય તો પ્રથમ કારણદર્શક નોટિસ અને ત્યારબાદ શાળાઓ મનમાની ચાલુ રાખે પેનલ્ટી કરાય છે. વડોદરા ઝોન દ્વારા ૩૩ વખત પેનલ્ટી અપાઈ છે. આ ૩૩ પેનલ્ટી શહેર-જિલ્લાની 23 ખાનગી શાળાઓને અપાઈ છે. જેમાં સૌથી વધુ 5 વખત પેનલ્ટી ગોત્રી અને તરસાલીની અક્ષર પબ્લિક સ્કૂલના સંચાલકોને કરાઈ હતી. જ્યારે 4 વખત માંજલપુર સ્થિત સિલ્વર ઓક સ્કૂલના સંચાલકોને પેનલ્ટી કરાઈ હતી.

કઈ કઈ સ્કૂલોને પેનલ્ટી કરવામાં આવી ?
શ્રેયસ વિદ્યાલય, અંગ્રેજી-ગુજરાતી માધ્યમ
સિલ્વર ઓક સ્કૂલ, અંગ્રેજી-ગુજરાતી માધ્યમ
ગુલશને ફેઝ નર્સરી સ્કૂલ, કરજણ
કોયલી વિદ્યામંદિર, કોયલી
અક્ષર પબ્લિક સ્કૂલ, ગોત્રી-ભાયલી રોડ
સીકે પ્રજાપતિ સ્કૂલ, ગોરવા

​​​​​​​ મહાદેવિયા સાર્વજનિક પ્રાથમિક કુમાર શાળા, ડભોઇ ઉડાન પબ્લિક સ્કૂલ, કરજણ એકેડેમિક હાઇટ્સ પબ્લિક સ્કૂલ, કરજણ રાઈટ વે સ્કૂલ, તાંદલજા શ્રી જે સી સ્કૂલ ઓફ સાયન્સ હાયર સેકન્ડરી, ફતેગંજ યાજ્ઞિક વિદ્યાલય, સોખડા રોડ, છાણી પ્રેરણા હિન્દીની વિદ્યાલય, કરોડિયા શ્રી શેરખી વિદ્યામંદિર, શેરખી ધી સાલ્વેશન આર્મી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, નવાયાર્ડ

​​​​​​​ શિવમ વિદ્યાલય, મકરપુરા મોડર્ન વિદ્યાલય, અટલાદરા કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી ગર્લ સ્કૂલ, ફતેગંજ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો