• Home
  • Lifestyle
  • Travel
  • In 2019, the tourism industry saw a growth, with the number of foreign tourists increasing by 7.8 percent

પર્યટન / 2019માં પર્યટન ઉદ્યોગમાં વૃદ્ધિ જોવા મળી, વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 7.8 ટકા વધારો નોંધાયો

In 2019, the tourism industry saw a growth, with the number of foreign tourists increasing by 7.8 percent

  • 2019 નવેમ્બર મહિનામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 7.8 ટકા વધીને 10, 91,946 પર પહોંચી હતી
  • ઈ-વિઝા દ્વારા પર્યટનમાં 43 ટકા વધારો જોવા મળ્યો હતો

Divyabhaskar.com

Jan 21, 2020, 06:00 PM IST

ટ્રાવેલ ડેસ્ક. વર્ષ 2019માં ભારતીય પર્યટન ઉદ્યોગમાં વૃદ્ધિ જોવા મળી. પર્યટન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, દેશભરમાં ચાલી રહેલા વિરોધ અને દેખાવોને કારણે દેશના પર્યટન ઉદ્યોગ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. દેશમાં આવતા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલેના જણાવ્યા પ્રમાણે, ‘પ્રધાનમંત્રી અમારા બ્રાન્ડ એમ્બેસેડર છે, જેના કારણે આ વધારો જોવા મળી રહ્યો છે.'

પર્યટન મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, વર્ષ 2018 નવેમ્બર મહિનામાં જ્યાં વિદેશી પર્યટકોની સંખ્યા 10, 12,569 હતી જેની સરખામણીએ વર્ષ 2019 નવેમ્બર મહિનામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 7.8 ટકા વધીને 10, 91,946 પર પહોંચી હતી. તેમાં ઈ-વિઝા દ્વારા પર્યટનમાં 43 ટકા વધારો જોવા મળ્યો હતો. નવેમ્બર 2018 સુધી 2 લાખ 61 હજા 956 ટૂરિસ્ટ ભારત આવ્યા હતા. જ્યારે નવેમ્બર 2019 સુધી 3 લાખ 75 હજાર 484 પ્રવાસીઓ ભારત આવ્યા હતા.

પર્યટન મંત્રીના જણાવ્યા પ્રમાણે, ચીનના રાષ્ટ્રપતિની સાથે પ્રધાનમંત્રીની મહામલ્લપુરમમાં મુલાકાતના કારણે મહામલ્લપુરમ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ત્યારથી મહામલ્લપુરમ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ખાસ કરીને ચીનના પ્રવાસીઓ તેમાં વધુ રસ દાખવી રહ્યા છે. ભારત સરકાર ચીની પર્યટકોને વધારે ઓફર આપીને તેમને ભારતની તકફ આકર્ષિત કરવા માગે છે. સમગ્ર વિશ્વમાં ચીનના પર્યટકો સૌથી વધારે વિદેશ ફરવા જાય છે. પર્યટન મંત્રી પ્રહલાદ પટેલના જણાવ્યા પ્રમાણે, અત્યારે 3થી 3.5 લાખ લોકો જ ભારત તરફ વળી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર ભવિષ્યમાં 17 પ્રસિદ્ધ સ્થળોએ પર્યટનને પ્રોત્સાહિત કરવા માટે એક્શન પ્લાન પર કામ કરી રહી છે.

X
In 2019, the tourism industry saw a growth, with the number of foreign tourists increasing by 7.8 percent
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી