• Gujarati News
  • National
  • In 20 Days, The Price Of Cottonseed Oil Fell By Rs.110 And The Price Of Castor Oil By Rs.90.

ચૂંટણીની અસર:20 દિવસોમાં કપાસિયા તેલના ભાવમાં રૂા.110 અને સિંગતેલના ભાવમાં 90 રૂપિયાનો ઘટાડો

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલમાં ચૂંટણીના માહોલ વચ્ચે ખાદ્યતેલના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે.આચારસંહિતા લાગુ થયાના 20 દિવસોમાં કપાસિયા તેલના ભાવમાં રૂ.110 અને સિંગતેલના ભાવમાં 90 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. સામાન્ય રીતે દિવાળી પછી તેલ બજારમાં ખરીદી અને તેજી જોવા મળતી હોય છે અને નવેમ્બર સુધીમાં તો 20 ટકા જેટલી ખરીદી થઈ જતી હોય છે, પરંતુ આ વખતે ચિત્ર ઊલટુ જોવા મળે છે. હાલ ચૂંટણીને કારણે તેલ બજારની ખરીદીનું ચિત્ર બદલાયું છે.ભાવમાં ઘટાડો થવા છતાં હાલ તેલ બજારમાં ખરીદી ઓછી છે.

મતગણતરી બાદ ખરીદી નીકળે તેવો અંદાજ વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ચૂંટણી નજીક હોવાને કારણે તેના પ્રચાર-પ્રસારમાં તેજી જોવા મળી રહી છે. પણ આ ધંધામાં મંદી છે.વેપારીઓ જણાવે છે કે,હાલ ભાવમાં સતત વધઘટ થઈ રહી છે.ભાવ ઘટતા હોવાથી લોકો હજી પણ ભાવ ઘટશે તેવી આશાએ વધુ માલની ખરીદી કરતા નથી.

જેથી અગાઉની તુલનાએ વેચાણમાં 25 થી 30 ટકાનો ઘટાડો આવી ગયો છે.જેથી ગ્રાહકોની સાથે મોટા વેપારીઓ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યાં છે.હજી પણ ભાવ રૂ 50 સુધી ઘટે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચૂંટણી જાહેર થઇ ત્યારનો અને મંગળવારના તેલના ભાવ

તેલ3-1122-11
{પામતેલ16701560
{સિંગતેલ રાણી27802690
{સિંગતેલ ગુલાબ28002710
{કપાસિયા તિરુપતિ24602350
{કપાસિયા લોકલ23002180
{સનફ્લાવર2470-2450-
26702650
અન્ય સમાચારો પણ છે...