ઇન્ટરનેશનલ મેન્સ ડે / 1 વર્ષમાં મહિલાઓ 64 વાર તો પુરુષો 17 વાર રડ્યા, પુરુષોને ન રડી શકવાને લીધે ડિપ્રેશન આવ્યું

In 1 year, women cried 64 times while men cried 17 times

Divyabhaskar.com

Nov 19, 2019, 01:30 PM IST

હેલ્થ ડેસ્કઃ મર્દ કો દર્દ નહીં હોતા. આ વાક્ય ભલે મજાકમાં બોલાતું હોય પણ તેની પુરુષના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડતી હોય છે. સમાજમાં પુરુષોની આવી છબી જ બનાવવામાં આવી છે કે પુરુષો રડતા નથી, કારણ કે રડવું એ તો છોકરીઓનું કામ છે. પોતાને 'પુરુષ' સાબિત કરવાના ચક્કરમાં આખા વિશ્વમાં પુરુષો પોતાને આ છબીમાંથી બહાર કાઢવામાં અસમર્થ રહે છે અને તેના કારણે ડિપ્રેશનનો ભોગ બને છે. આજકાલ યુવાનોમાં શારીરિક રીતે મજબૂત દેખાવા માટે સ્ટિરોઈડ લેવાનું વલણ પણ વધ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પુરુષોને ઇન્ટરનેશનલ મેન્સ ડે પર એક જ સલાહ આપે છે - જો રડી લેશો તો સારી રીતે જીવી લેશો.

હોલેન્ડની ટિલબર્ગ યુનિવર્સિટીએ 37 દેશોના 5 હજાર લોકોના ભાવનાત્મક વલણનો અભ્યાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, સ્ત્રીઓ વર્ષમાં 30થી 64 વખત રડતી હોય છે, જ્યારે પુરુષો ફક્ત 6થી 17 વખત જ રડે છે. આ ઉપરાંત, રડતા પુરુષોની સંખ્યા અને આંસુનું પ્રમાણ સ્ત્રીઓ કરતા ઓછું હતું. સંશોધનમાં એવું તારણ નીકળ્યું કે, પુરુષોની રડવાની ટેવ એ દેશોની સામાજિક-આર્થિક ઉછેર પ્રથા પર આધારિત છે. આ ઉપરાંત, આ સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું હતું કે અમીર દેશોમાં પુરુષો ખુલ્લેઆમ રડે છે.

આ અભ્યાસમાં એ વાત પણ સામે આવી કે, દુનિયાભરમાં સમાજ દ્વારા છોકરાઓ અથવા પુરુષોને 'મજબૂત' બનાવવા માટે માનસિક યાતના આપવામાં આવે છે. નાનપણથી જ છોકરાઓને કહેવામાં આવે છે કે તેમણે છોકરીઓની જેમ રડવું ન જોઇએ. આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, સ્ત્રી અને પુરુષની સામાજિક રચનાને કારણે જ ઘણા પુરુષો આજે ડિપ્રેશનમાં આવી ગયા છે.

X
In 1 year, women cried 64 times while men cried 17 times

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી