સેલેબ લાઈફ / ઈમરાન ખાનની પત્નીએ ડિવોર્સનો સંકેત આપતી એક પોસ્ટ શૅર કરીને ડિલીટ કરી નાખી

Imran Khan's wife Avantika Malik posts cryptic, deletes it

Divyabhaskar.com

Sep 07, 2019, 04:20 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઈમરાન ખાન તથા અવંતિકા મલિક અંગત જીવનને કારણે ચર્ચામાં છે. આ બંનેના ડિવાર્સની વાતો થતી રહે છે. હાલમાં જ અવંતિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે દૂર જવાની વાત પર ભાર મૂક્યો હતો. જોકે, પછીથી અવંતિકાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. ઈમરાન તથા અવંતિકાના ડિવોર્સની ચર્ચા આ વર્ષે જૂન મહિનાથી થવા લાગી હતી. માનવામાં આવે છે કે આ બંને ડિવોર્સ લેવાના છે.

અવંતિકાએ પોસ્ટમાં શું કહ્યું?
અવંતિકાએ પોસ્ટમાં અમેરિકન સંગીતકાર મોર્ગનની કહેલી વાત શૅર કરી હતી અને કહ્યું હતું, આજે આ જોવાની જરૂર હતી. ક્યારેક-ક્યારેક તમારે દૂર જતા રહેવું જોઈએ. તમારે એ જોવા માટે કે તમે તમારી એનર્જી કયા લગાવી રહ્યાં છો અને સમજવા માટે કે ભલે તમે અટકીને બધું જ કરી શકો છો પરંતુ તેમ છતાંય તમારે તમારી બચેલી તાકાતની સાથે તે જગ્યાએ જવું જોઈએ, જે તમારું સ્વાગત કરે.

અવંતિકા પતિના ઘરે નથી રહેતી
છેલ્લાં કેટલાંક સમયથી અવંતિકા પતિ ઈમરાન ખાનના પાલી હિલ સ્થિત ઘરમાં પણ રહેતી નથી. હાલમાં અવંતિકા પોતાના પેરેન્ટ્સ સાથે રહે છે. બંનેના પરિવાર સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. આ વર્ષે જૂનમાં જ્યારે ઈમરાનને અવંતિકા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે સવાલ પર ધ્યાન આપ્યું નહોતું. અવંતિકાની માતાએ સ્વીકાર કર્યો હતો કે તેમની દીકરી-જમાઈના જીવનમાં મુશ્કેલી ચાલી રહી છે.

2011માં લગ્ન કર્યાં હતાં
ઈમરાન ખાન તથા અવંતિકાએ આઠ વર્ષના ડેટિંગ બાદ 2011માં લગ્ન કર્યાં હતાં. 2014માં અવંતિકાએ દીકરી ઈમારાને જન્મ આપ્યો હતો. ઈમરાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈમરાન છેલ્લે 2015માં ફિલ્મ 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ 2018માં ઈમરાન ખાને શોર્ટ ફિલ્મ 'મિશન માર્સઃ કિપ વોકિંગ ઈન્ડિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 20 મિનિટની હતી.

X
Imran Khan's wife Avantika Malik posts cryptic, deletes it

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી