સેલેબ લાઈફ / ઈમરાન ખાન બેકાર હોવાથી અવંતિકા મલિકે અલગ થવાનો નિર્ણય લીધો?

Imran Khan and Avantika Malik's separation for this reason

Divyabhaskar.com

Sep 26, 2019, 03:41 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઈમરાન ખાન તથા અવંતિકા મલિક છેલ્લાં કેટલાંક સમયથી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. બંને હાલમાં અલગ રહે છે અને ડિવોર્સ લેવાના છે. બંનેએ પોતાના સંબંધોને લઈ કોઈ વાત કરી નથી. જોકે, હાલમાં જ ઈમરાન-અવંતિકાના નિકટના મિત્રોએ આ બંનેના ઝઘડા અંગે વાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈમરાન એક્ટર તરીકે સફળ થયો નહીં. ‘કટ્ટી બટ્ટી’ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ ઈમરાનને એક પણ ફિલ્મ ઓફર થઈ નહોતી. છેલ્લાં ચાર વર્ષથી ઈમરાન ઘરે જ બેસી રહ્યો છે. તેની પાસે કોઈ જ કામ નથી. તેણે ડિરેક્ટર બનવાનું વિચાર્યું હતું પરંતુ તેમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. તેણે ધર્મા પ્રોડક્શન સાથે એક શોર્ટ ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

બચત બધી વપરાઈ ગઈ
સૂત્રોના મતે, ઈમરાન ખાન ઘરે રહીને નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ ગયો હતો. આટલું જ નહીં તેમની બચત પણ ધીમે ધીમે ખલાસ થતી જતી હતી. અંતે, અવંતિકાએ પોતાના પરિવાર પાસે ઘર ચલાવવા માટે મદદ પણ માગી હતી. ઈમરાન તથા અવંતિકા વચ્ચે રોજ ઝઘડાઓ થતાં હતાં અને તેની નેગેટિવ અસર દીકરી ઈમારા પર પડતી હતી. અવંતિકા હવે વધુ સહન કરવા તૈયાર નહોતી અને તેથી જ તેણે પરિવારને બોલાવીને તમામ વાત કરી હતી. પરિવારે બંનેને ભેગા કરવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા નહીં. અવંતિકા દીકરીને લઈ પિયર જતી રહી છે અને બંને પોતાના લગ્નને થોડો સમય આપવા માગે છે. જોકે, હજી સુધી બંનેમાંથી એકે પણ ડિવોર્સની અરજી કરી નથી પરંતુ બંને અલગ જ રહે છે.

અવંતિકાએ ડિવોર્સ તરફ ઈશારો કર્યો હતો
થોડા સમય પહેલાં અવંતિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે દૂર જવાની વાત પર ભાર મૂક્યો હતો. જોકે, પછીથી અવંતિકાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. અવંતિકાએ પોસ્ટમાં અમેરિકન સંગીતકાર મોર્ગનની કહેલી વાત શૅર કરી હતી અને કહ્યું હતું, આજે આ જોવાની જરૂર હતી. ક્યારેક-ક્યારેક તમારે દૂર જતા રહેવું જોઈએ. તમારે એ જોવા માટે કે તમે તમારી એનર્જી કયા લગાવી રહ્યાં છો અને સમજવા માટે કે ભલે તમે અટકીને બધું જ કરી શકો છો પરંતુ તેમ છતાંય તમારે તમારી બચેલી તાકાતની સાથે તે જગ્યાએ જવું જોઈએ, જે તમારું સ્વાગત કરે.

2011માં લગ્ન કર્યાં હતાં
ઈમરાન ખાન તથા અવંતિકાએ આઠ વર્ષના ડેટિંગ બાદ 2011મા લગ્ન કર્યાં હતાં. 2014મા અવંતિકાએ દીકરી ઈમારાને જન્મ આપ્યો હતો. ઈમરાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈમરાન છેલ્લે 2015મા ફિલ્મ 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ 2018મા ઈમરાન ખાને શોર્ટ ફિલ્મ 'મિશન માર્સઃ કિપ વોકિંગ ઈન્ડિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 20 મિનિટની હતી.

X
Imran Khan and Avantika Malik's separation for this reason

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી