• Home
  • International
  • Imran infuses religion in terrorism debate, says Hindus commit suicide attacks in Sri Lanka before 9/11

યુએન / ઈમરાને આતંકવાદની ચર્ચામાં ધર્મને ઘસેડ્યો, કહ્યું- 9/11 પહેલા શ્રીલંકામાં હિન્દુ આત્મઘાતી હુમલો કરતા હતા

  • શ્રીલંકાના તમિલ ટાઈગર્સ વિદ્રોહીયોનો ઉલ્લેખ કરી ઈમરાને આતંકવાદને ઈસ્લામિક ટેરરિઝમ કહેવા બાબતે નારાજગી દર્શાવી
  • પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું- તમિલ ટાઈગર્સ આત્મઘાતી હુમલા કરતા હતા, પરંતુ તેમની પર કોઈ આરોપ લગાવતું નથી
  • કાશ્મીરની સ્થિતિ જોઈ વિશ્વના મુસ્લિમો હથિયાર ઉપાડી લેશે
     

Divyabhaskar.com

Sep 28, 2019, 01:56 PM IST

ન્યુયોર્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે 9/11 બાદ ઈસ્લામોફોબિયા એટલો ઝડપથી વધી રહ્યો છે કે હાલત ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યુ કે અગાઉ હિન્દુ આત્મઘાતી હુમલા કરતા હતા, પરંતુ તેમની પર કોઈ પણ આરોપ લાગતો ન હતો. આ પહેલા ઈમરાને કહ્યું કે હું અહીં માત્ર 4 સમસ્યાઓનો ઉલ્લેખ કરવા માંગીશ. મારો દેશ ખરાબ સમયનો સામનો કરી રહ્યો છે. તેમણે કહ્યું હું ક્લાઈમેટ ચેન્જથી શરૂઆત કરું છું. ઘણાં બધા લોકોએ આ મુદ્દે વાત કરી. આ મુદ્દા પર ગંભીરતાની અછત છે. વિશ્વના નેતા જે ઘણું બધુ કરી શકે છે, તે ગંભીરતાને સમજી રહ્યાં નથી.

પાકિસ્તાન ટોપ 10 દેશમાં છે, જે ક્લાઈમેટ ચેન્જથી અસરગ્રસ્ત છે

ઈમરાને કહ્યું કે પાકિસ્તાન ટોપ 10 દેશમાં છે, જે ક્લાઈમેટ ચેન્જથી અસરગ્રસ્ત છે. અમે અમારી નદી અને ખેતી પર નિર્ભર છીએ. 80 ટકા પાણી અમારા દેશમાં ગ્લેશિયરથી આવે છે. માત્ર પાકિસ્તાન જ નહિ, પરંતુ ભારતમાં ગ્લેશિયર્સથી પાણી આવે છે. અહીં ગ્લેશિયર પીગળી રહ્યો છે. 5000 ગ્લેશિયર તળાવ બની ચૂક્યા છે, અમારા પહાડોમાં. જો આ અટકશે નહિ તો માનવતા ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરશે.

સંયુક્ત રાષ્ટ્રએ આ દિશામાં આગેવાની કરવી જોઈએ

ઈમરાને કહ્યું- અમારો દેશ આ દિશામાં કામ કરી રહ્યો છે, પરંતુ એક દેશ કઈ ન કરી શકે. તેમણે કહ્યું ઉપરવાળાએ માનવને મહાન તાકાત આપી છે અને આપણે ઘણું બધુ કરી શકીએ છીએ. સંયુક્ત રાષ્ટ્રએ આ દિશામાં નેતૃત્વ કરવું જોઈએ.

દર વર્ષે બિલિયન ડોલર ગરીબ દેશોમાંથી અમીર દેશોને જાય છે

ઈમરાને કહ્યું- બીજો મુદ્દો વધુ મહત્વનો છે. દર વર્ષે બિલિયન ડોલર ગરીબ દેશોમાંથી અમીર દેશોને જાય છે. ટેક્સ હેવન દેશોમાં આ પૈસા જાય છે. તે વિકાસશીલ વિશ્વને બરબાદ કરે છે. ગરીબ અને અમીર દેશો વચ્ચે અંતર આ કારણે વધી રહ્યું છે. મારા દેશમાં છેલ્લા 10 વર્ષમાં અમારી લોન ચાર ગણી વધી ગઈ. આ વર્ષે અમે જેટલા નફાની કમાણી કરી, તેના અડધા લોન ચૂકવવામાં જતા રહ્યાં.

વિશ્વની વસ્તી વધી રહી છે તો આજે નહિ તો કાલે સમસ્યા સર્જાવવાની છે

તેમણે કહ્યું કે અમે એ સંપત્તિઓની માહિતી મેળવી જે ભષ્ટ્ર નેતાઓએ ખરીદી. અહીં હાલત ગંભીર છે. અમીર દેશોએ રાજકીય ભાવના દર્શાવવી જોઈએ અને તેમણે આ બાબતે પગલા લેવા જોઈએ. જ્યાં સુધી અમીર દેશ આર્થિક ભાગેડુંઓને પોતાના દેશમાં આવવાથી રોકવા દિવાલ નહિ બનાવે, ત્યાં સુધી આ ચાલુ જ રહેશે. આપણા વિશ્વમાં ટેક્સ હેવન છે જ શાં માટે ? વિશ્વની વસ્તી વધી રહી છે. આજે નહિ તો કાલે સમસ્યા આવવાની છે.
હું પણ કાશ્મીરમાં હોત તો હથિયાર ઉપાડી લેત: ઇમરાન
પાક. વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં ઉન્માદી ભાષણ આપતાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કાશ્મીરની સ્થિતિ જોઈ દુનિયાભરના 130 કરોડ મુસ્લિમો કટ્ટરપંથી બની જશે. સાથે જ કહ્યું કે હું પણ કાશ્મીરમાં હોત તો બંદૂક ઉઠાવી લેત. ઈમરાને ભારત સાથે પરમાણુ યુદ્ધ કરવાની ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું કે જો અમે પરમાણુ યુદ્ધ તરફ આગળ ધપીશું તો સંયુક્ત રાષ્ટ્ર જ જવાબદાર ગણાશે. બંને દેશો વચ્ચે પરંપરાગત યુદ્ધ થશે તો કંઈ પણ થઇ શકે છે. જો કોઈ દેશ પોતાના પાડોશીના મુકાબલે 7 ગણું નાનું હોય તો તેની સામે આ જ વિકલ્પ હોઈ શકે કે કાં તો પોતાને સરેન્ડર કરી દે કાં લડતાં લડતાં મરી જાય.

2002માં મોદીએ ગુજરાતમાં સંઘના ગુંડાઓને હિંસા ફેલાવવાની મંજૂરી આપી
ઈમરાને કહ્યું કે પુલવામા પછી ભારતે અમારા પર આરોપ મૂક્યો. પૂરાવા માગ્યા તો ફાઈટર જેટ મોકલી બોમ્બમારો કર્યો. મોદીએ ચૂંટણી પ્રચારમાં કહ્યું કે આ તો ટ્રેલર છે, હજુ ફિલ્મ બાકી છે. તેમણે કહ્યું કે ભારતે ગેરકાયદે રીતે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી છે. 80 લાખ લોકો કરફ્યૂમાં છે. મોદી સંઘના સભ્ય છે. સંઘ હિટલર અને મુસોલિનીથી પ્રભાવિત છે. તેમના હૃદયમાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પ્રત્યે ઘૃણા છે. આ ઘૃણાએ જ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. 2002માં મોદીએ આ ઘૃણાની વિચારધારા હેઠળ જ ગુજરાતમાં સંઘના ગુંડાઓને હિંસા ફેલાવવાની મંજૂરી આપી. ઈમરાને કહ્યું કે કરફ્યૂ હટાવ્યા બાદ કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. પુલવામાથી પણ મોટો હુમલો થશે અને ફરી તે આવશે અને અમારા પર બોમ્બ વરસાવશે.
પશ્ચિમી દેશોના નેતાઓએ ઈસ્લામને આતંકવાદ સમાન રાખ્યું
ઈમરાને કટ્ટરપંથીઓના એજન્ડાને ઊઠવતાં કહ્યું કે ઈસ્લામોફોબિયા દુનિયાને વિભાજિત કરી રહ્યું છે. હિજાબ હથિયાર બની રહ્યું છે. એક મહિલા કપડાં ઉતારી શકે છે પણ બીજી પહેરી નથી શકતી. આ 9/11 સાથે શરૂ થયું કેમ કે પશ્ચિમી દેશોના નેતાઓએ ઈસ્લામને આતંકવાદ સમાન રાખ્યું. તેમણે કટ્ટર ઈસ્લામિક આતંકવાદ શબ્દના પ્રયોગ પર સવાલ ઊઠાવતાં કહ્યું કે ઈસ્લામ ફક્ત એક છે. ન્યુયોર્કમાં બિરાજેલી કોઈ વ્યક્તિ સામાન્ય મુસ્લિમ અને કટ્ટર મુસ્લિમમાં તફાવત કેવી રીતે કરશે? યુરોપિયન દેશોમાં મુસ્લિમો હાંશિયામાં ધકેલાયા છે જેના કારણે કટ્ટરપંથ વધ્યું છે. હિન્દુ ધર્મ પર કોઇ આરોપ મૂકતો નથી. દરેક ધર્મની રક્ષા કરવી જોઈએ. ઈમરાને એમ પણ કહ્યું કે તેમનો દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી