કાશ્મીર મામલો / પીઓકેના લોકોએ સરહદ પાર કરી તો ભારત તેમને આતંકી કહી દેશે: ઈમરાન, કટ્ટરપંથી પાર્ટીએ માર્ચનું એલાન કર્યું

Opposition and radical parties coming together for Azadi march against Imran Khan

  • જમિયત ઉલેમા-એ-ઇસ્લામે કહ્યું-ઈમરાન ખાને પાકિસ્તાનને આર્થિક સંકટમાં ધકેલ્યું
  • ભુટ્ટો અને નવાઝની પાર્ટી સહિત વિપક્ષી દળો ઈમરાનની સરકાર વિરુદ્ધ એકઠાં થયા
  • ઈસ્લામાબાદના કે ડી ચોક પર 27 ઓક્ટોબરથી આઝાદી માર્ચ શરુ થશે, તેમાં વિપક્ષી નેતાઓ સામેલ થશે
  • દુષ્પ્રચાર ફેલાવવામાં નિષ્ફળ પાકિસ્તાનની નવી ચાલ
     

Divyabhaskar.com

Oct 06, 2019, 03:46 AM IST

ઈસ્લામાબાદ: કલમ 370 હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારના નામે આંતરરાષ્ટ્રીય સ્તરે દુષ્પ્રચાર ફેલાવવામાં નિષ્ફળ રહેલું પાકિસ્તાન હવે પીઓકેના લોકોને ભડકાવી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શનિવારે કહ્યું કે, હું જમ્મુ કાશ્મીરના લોકો માટે તમારું દર્દ અનુભવી શકું છું. પરંતુ એ કાશ્મીરીઓની મદદ માટે જો પીઓકેમાંથી કોઈ વ્યક્તિએ સરહદ પાર કરી તો ભારત તેમને આતંકી જાહેર કરવાનું નહીં ચૂકે. એટલે સરહદ પાર ના કરતા. ઈમરાને ટ્વિટ કરીને ચેતવણી ત્યારે આપી, જ્યારે એક દિવસ પહેલા જ આઝાદી સમર્થક જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટે કાશ્મીરીઓ પ્રત્યે સહકાર દર્શાવવા કાર અને મોટરસાઈકલ પર મુઝફ્ફરાબાદ સુધી રેલી કાઢી હતી. ત્યારે જેકેએલએફે એલાન કર્યું હતું કે, તેઓ ચકોઠીથી સરહદ પાર કરીને શ્રીનગર જશે.

પાકિસ્તાન સરકાર વિરુદ્ધ 27મીએ કૂચ કરશે JUIF

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે સમર્થન મેળવવામાં નાકામ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પરેશાનીઓ વધતી જણાઇ રહી છે. સુન્ની કટ્ટરપંથી ગ્રુપ જમિત ઉલેમા-એ-ઇસ્લામ(જેયૂઆઇ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સરકાર વિરુદ્ધ 27 ઓક્ટોબરથી ઈસ્લામાબાદમાં આઝાદી માર્ચ શરુ કરવાની જાહેરાત કરી છે. રહેમાને પાકિસ્તાનના આર્થિક સંકટ માટે ઈમરાન ખાનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે અમારી લડાઇ સરકારને ઉખાડીને ફેંકવા સુધી ચાલુ રહેશે.રહેમાને પાકિસ્તાની મીડિયાને કહ્યું, ''વર્તમાન સરકાર નકલી ચૂંટણીનું પરિણામ છે. દરેક વિપક્ષી પાર્ટીઓએ 25 જુલાઈના થયેલી ચૂંટણીને નકારી દીધી છે અને ફરીથી ચૂંટણીની માંગ કરી છે. સરકારની નાકામીને કારણે દેશ આર્થિક સંકટમાં છે. તેના વિરોધમાં અમે ડી ચોક પર ભેગા થઇશું. અમે આસાનીથી તૂટવાના નથી. ઈમરાન સરકારને ઉખાડી ફેંકવા સુધી આંદોલન ચાલુ રહેશે. ''

પાકિસ્તાનમાં વેપારમાં ભારે નુકશાન, ઉંચા ટેક્સ રેટથી ધંધા બંધ

રહેમાન પ્રમાણે પાકિસ્તાનમાં વેપાર ઠપ્પ થઇ ગયો છે. ઉંચા ટેક્સ રેટથી વેપારીઓએ ધંધા બંધ કરી દીધા છે. પાકિસ્તાનની ધાર્મિક પરિસ્થિતિને લઇને પણ મુસલમાનોમાં ભારે ગુસ્સો છે. જેયુઆઇ-એફના માર્ચમાં વિપક્ષની પાર્ટી પીએલએમ-એન અને પીપીપી પણ સામેલ થશે. દેશભરના નેતા ઈસ્લામાબાદના ડી ચોક પર સરકાર વિરુદ્ધ ભેગા થશે.

પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમા પર, ફુગાવો 10 ટકા ઉપર
ઈમરાન ખાને પ્રધાનમંત્રી બન્યા બાદ ચીન, સાઉદી અરબ, UAE અને કતર જેવા જૂના સહયોગી પાસે ફંડ માટે વિનંતી કરી હતી. છેલ્લા 8 મહિનામાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 64 ખરબ રૂપિયાની લોન પણ લઇ લીધી છે પણ હાલત હજુ સુધરી નથી. પાકિસ્તાનમાં ફુગાવાનો દર 10 ટકા ઉપર પહોંચી ગયો છે અને લોકો મોંઘવારીથી પરેશાન છે.

X
Opposition and radical parties coming together for Azadi march against Imran Khan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી