તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઠરાવ:શિક્ષકોના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ અને વિવિધ ઠરાવો કરવામાં આ‌વ્યા

સાવલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવલીમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન મીટિંગ
  • રાજ્યભરના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા

રવિવારના રોજ સાવલી ખાતે સાવલી ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડીટ મંડળીના ચોગાનમાં તથા સાવલી હાઇસ્કૂલ સાવલીના મેદાનમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની રાજ્યકક્ષાની કારોબારી સભા મળી હતી. જેમાં મુખ્યત્વે 4200 ગ્રેડ પે એચ ટાટના આર આર નિયમો નક્કી કરવા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રીની ચૂંટણીની તારીખો નક્કી કરવા માટે તેમજ રાજ્યના શિક્ષકોને પડતી વિવિધ તકલીફો તેમજ શિક્ષકોના ગીતના મહત્વના પ્રશ્નો ઉઠાવવા તેમજ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે અને જરૂરી પ્રશ્નોના મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરવા સાથેની વિવિધ ઠરાવો અને વિવિધ સલાહસૂચનોને અમલ કરાવવા રવિવારના રોજ સાવલી ખાતે સંકલન સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના શિક્ષક સંઘના અને પ્રાથમિક સંઘના કારોબારીના સભ્યો તેમજ જિલ્લા પ્રમુખો મંત્રીઓ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

સાથે સાથે હાલમાં ચાલતી કોરોનાની મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આશરે 150થી વધુ રાજ્ય શિક્ષક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં દિગ્વિજય સિંહ જાડેજા પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ સતિષભાઈ પટેલ મહામંત્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ગોકુલ ભાઈ પટેલ સિનિયર કાર્ય અધ્યક્ષ અરવિંદભાઈ ચાવડા સિનિયર ઉપપ્રમુખ રણજીત સિંહ પરમાર વડોદરા જિલ્લા પ્રમુખ પરિમલ તલાટી સાવલી તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જ્યારે રાજ્યકક્ષાની કારોબારીની મીટિંગ સાવલી ખાતે યોજાતા શિક્ષણ જગતમાં પણ ભારે ખુશી અને ઉત્સાહની લાગણી અને ગૌરવ અનુભવતા શિક્ષકો જોવા મળતા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો