અર્થતંત્ર / IMF એ કહ્યુ- ભારતે પાયાગત મુદ્દા પર કામ કર્યું, હજુ પણ આ મોરચે સમસ્યાઓ ઉકેલવાની વિશેષ જરૂર

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ફાઈલ ફોટો)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ફાઈલ ફોટો)

  • IMF ના મતે ભારત અને ચીન વર્ષ  2019 માં પણ વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધતા અર્થતંત્ર તરીકે જળવાઈ રહેશે
  • IMF એ વર્ષ 2019 માં ભારતનો આર્થિક વૃદ્ધી દર 6.1 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો, 1.2 ટકા ઘટાડો કર્યો હતો

Divyabhaskar.com

Oct 18, 2019, 11:02 AM IST

વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ ભારતીય અર્થતંત્રની વધુ મજબૂતી માટે દિર્ઘકાલીન સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. IMF એ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રના પાયાગત મુદ્દાઓ પર કામ કરવામાં આવ્યું છે, પરંતુ લાંબા સમય સુધી વિકાસને લઈ જે કેટલીક મુશ્કેલીઓ છે તેના પર સવિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ભારતીય મહિલાઓ ઘણી પ્રતિભાશાળી છે અને તેમનો શ્રમશક્તિમાં સમાવેશ કરવામાં આવે.

  • કેટલાક દિવસ અગાઉ IMF ના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક (WEO)અહેવાલમાં વર્ષ 2019 માં ભારતનો આર્થિક વૃદ્ધી દર 6.1 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અલબત IMF ને આશા છે કે વર્ષ 2020 માં આર્થિક વૃદ્ધી દરના મોરચે સુધારો જોવા મળશે અને તે 7 ટકા આસપાસ રહી શકે છે.
  • IMF ના મતે વર્ષ 2019 માં પણ ભારત અને ચીન વિશ્વમાં સૌથી ઝડપભેર ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે જળવાઈ રહ્યા હતા. જોકે, સંસ્થાના મતે ભારતના વિકાસ દરમાં 1.2 ટકા ઘટાડો થઈ શકે છે. આ અગાઉ IMF એ ગત એપ્રિલ મહિનામાં વિકાસ દર 7.3 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

ગત વર્ષ ભારતનો વૃદ્ધી દર ઘણો મજબૂત રહ્યો: IMF

IMF ના એમડી ક્રિસ્ટલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે ભારતે તેના અર્થતંત્રને મજબૂત કરવા બિન-નાણાકીય સંસ્થાઓ અને બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં સુધારા માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ. લાંબાગાળાના સુધારા માટે માનવ મૂડીમાં રોકાણ એ પહેલી પ્રાથમિકતા છે. શ્રમશક્તિમાં મહિલાઓનો સમાવેશ કરવાની જરૂર છે. ભારતીય મહિલાઓ ઘણી પ્રતિભાશાળી છે, પરંતુ તે ઘર પૂરતી મર્યાદિત છે. ક્રિસ્ટાલિનાના મતે ગયા વર્ષે ભારતીય અર્થતંત્રમાં સારી એવી વૃદ્ધી દર્શાવી હતી.

વર્ષ 2020 માં ચીનો વિકાસ દર 5.80 ટકા રહેવાનો અંદાજ

અહેવાલ પ્રમાણે વર્ષ 2019 માં કોર્પોરેટ અને પર્યાવરણ નિયમનકારોની અનિશ્ચિતતાને લીધે ભારતનો વિકાસ દર ધીમો પડી શકે છે. નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટની ચિંતા પણ આ સાથે જ જોડાયેલી છે. ભારત ઉપરાંત ચીનનો વિકાસ દર પણ વર્ષ 2019 માં 6.1 ટકા અને વર્ષ 2020 માં 5.80 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ચીનનો વિકાસ દર 6.6 ટકા હતો. IMF એ વિશ્વ અર્થતંત્ર અંગે પણ પોતાનું અનુમાન દર્શાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્ર વર્ષ 2019 માં 3.3 ટકા અને વર્ષ 2020 માં 3.4 ટકા દરથી વૃદ્ધી પામી શકે છે.

X
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ફાઈલ ફોટો)આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી