તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઓનલાઈન પ્રસ્તુતિ:તારા અતીતમાં હજી મારી ભીનાશ છે બસ એજ કારણે તું સળગતો નથી કદી

અમદાવાદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
લિપિ ઓઝા.

બેઠો છે દરબાર ભરી ડર, માદળિયામાં ! કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં ?

આ છે અમદાવાદના કવિ લિપિ ઓઝાની રચના. ગઝલના ઉપક્રમે હમણાં જ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તેમણે પોતાની સર્જન પ્રક્રિયાની સાથે કેટલીક રચનાઓની પ્રસ્તુતિ કરી. હું બીજા ધોરણમાં હતી ત્યારથી મને હાથમાં માઈક પકડવાની તક મળેલી. બસ પછી તો બાળવાર્તાઓ કહેવી અને સંચાલન પણ કરવું તે મારો શોખ રહ્યો. આ સાથે દક્ષિણામૂર્તિનું વાતાવરણ અને ગિજુભાઈ બધેકાના શૈક્ષણિક સિધ્ધાંતોએ પણ મારા થોટ પ્રોસેસની મજબૂતીનું કામ કર્યું. આ શબ્દો અમદાવાદના કવિ લિપિ ઓઝાના છે. સોમવારે ગઝલના ઉપક્રમે તેમની સર્જન પ્રક્રિયાઓ અને કવિઓના પઠનના કાર્યક્રમમાં તેમણે આ વાત કરી. જેમાં મોટી સંખ્યામાં રસિકો હાજર રહ્યા હતાં.

કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલી રચનાઓ
હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો
પરંતુ બાળ પોઢયા બાદ ના પોઢયો દુપટ્ટો

એક ઠૂંઠાને છે કૂંપળ આવવાની માનતા હું હજી માનુ છું તારા માનવાની માનતા

તારા અતીતમાં હજી મારી ભીનાશ છે બસ એજ કારણે તું સળગતો નથી કદી

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો