સેલેબ લાઈફ / એવોર્ડ નાઈટમાં રણવીર પત્ની દીપિકાનો ડ્રેસ સંભાળતો જોવા મળ્યો

IIFA award 2019 Ranveer made her wife deepika padukone teary-eyed with speech

Divyabhaskar.com

Sep 19, 2019, 01:35 PM IST

મુંબઈઃ રણવીર સિંહ તથા દીપિકા પાદુકોણ બોલિવૂડના ચર્ચિત કપલમાંથી એક છે. હાલમાં આઈફા એવોર્ડમાં દીપિકા-રણવીરની જોડી હિટ રહી હતી. બંને વચ્ચેની ક્યૂટ મોમેન્ટ્સ આઈફા એવોર્ડ દરમિયાન જોવા મળી હતી.

રણવીર સિંહ કેરિંગ હસબન્ડ
રણવીર સિંહ પત્ની દીપિકા માટે ઘણો જ કેરિંગ છે અને આ વાત અવાર-નવાર જોવા મળે છે. આઈફા એવોર્ડમાં પણ રણવીર પત્ની દીપિકા માટે ઘણો જ કેરિંગ જોવા મળ્યો હતો. ઈવેન્ટમાં રણવીર સિંહ પત્ની દીપિકાના ગાઉનની ટ્રેલ પોતાના હાથમાં લઈ ચાલતો જોવા મળ્યો હતો. રણવીર સિંહની આ તસવીર સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઈ છે અને યુઝર્સે તેને બેસ્ટ હસબન્ડ ગણાવ્યો હતો.

દીપિકા ભાવુક બની
રણવીર સિંહને ‘પદ્માવત’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. સ્ટેજ પર એવોર્ડ લેતા પહેલાં રણવીરે દીપિકાને કિસ કરી હતી. ત્યારબાદ સ્ટેજ પર રણવીરે સૌ પહેલાં માતા-પિતાનો આભાર માન્યો હતો અને ત્યારબાદ કહ્યું હતું, ‘મારી પત્ની ફ્રન્ટ રૉમાં બેઠી છે અને મારા માટે આ ગર્વની વાત છે, આનાથી વધારે તો હું શું માગી શકું?’ રણવીરની આ વાત સાંભળીને દીપિકા એકદમ ભાવુક થઈ ગઈ હતી.

દીપિકા-રણવીર ‘પદ્માવત’માં સાથે હતાં
રણવીર તથા દીપિકા ફિલ્મ ‘પદ્માવત’ (2018) માં સાથે હતાં. આ ફિલ્મમાં રણવીરે અલાઉદ્દીન ખિલજી તથા દીપિકાએ પદ્માવતીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મને સંજય લીલા ભણશાલીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

2018મા લગ્ન કર્યાં
રણવીર તથા દીપિકાએ 14-15 નવેમ્બર, 2018મા ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ દીપિકા તથા રણવીરે ફિલ્મ ‘83’માં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ ભારતે 1982મા પહેલી જ વાર ક્રિકેટમાં વર્લ્ડકપ જીત્યો તેના પર આધારિત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ઉપરાંત દીપિકાએ એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત ‘છપાક’ કરી છે. આ ફિલ્મ પણ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.

X
IIFA award 2019 Ranveer made her wife deepika padukone teary-eyed with speech

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી