• Home
  • Utility
  • IGNOU has once again extended the date for submission of assignments, now last date is 31st May

કોરોના ઇફેક્ટ / IGNOUએ ફરી એકવાર અસાઇનમેન્ટ સબમિટ કરવાની તારીખ લંબાવી, હવે લાસ્ટ ડેટ 31 મે

IGNOU has once again extended the date for submission of assignments, now last date is 31st May
X
IGNOU has once again extended the date for submission of assignments, now last date is 31st May

  • વર્તમાન પરિસ્થિતિ જોઇને મુલતવી રખાઈ જૂન 2020ની ટર્મ એન્ડ પરીક્ષા
  • જુલાઈ સત્ર 2020 માટે IGNOUએ ફરી રજીસ્ટ્રેશન શરૂ કર્યું, લાસ્ટ ડેટ 30 જૂન

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 10:45 AM IST

દિલ્હી. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ ફરી એક વાર જૂન ટર્મ-એન્ડ પરીક્ષા માટે અસાઇનમેન્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. હવે ઉમેદવારો 15 જૂન સુધીમાં ઓનલાઇન અસાઇનમેન્ટ જમા કરી શકશે. અગાઉ યુનિવર્સિટી દ્વારા સાઇનમેન્ટ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 મે નક્કી કરવામાં આવી હતી, જેને ફરીથી લંબાવી દેવામાં આવી છે. કોરોના વાઇરસના કારણે સતત લોકડાઉન થવાને કારણે અસાઇનમેન્ટની તારીખ આગળ વધારી દેવામાં આવી છે. ઉમેદવારો ઇ-મેલ દ્વારા પણ સાઇનમેન્ટ સબમિટ કરી શકે છે.

ટર્મ-એન્ડ પરીક્ષા સ્થગિત કરાઈ

જૂન 2020ની ટર્મ-એન્ડ પરીક્ષા પણ વર્તમાન પરિસ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવી હતી. 1 જૂનથી શરૂ થનારી પરીક્ષાનું નવું શિડ્યુલ લોકડાઉન ખૂલ્યા પછી તરત જ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત, IGNOUએ જુલાઈ સત્ર 2020 માટે રજીસ્ટ્રેશન ફરી શરૂ થયું છે. IGNOUમાં પ્રવેશ લેવા ઇચ્છુક ઉમેદવારો onlinerr.ignou.ac.in અને ignou.samarth.edu.inની વેબસાઇટ પર જઇને અપ્લાય કરી શકે છે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 30 જૂન છે.

MA હિંદીનો કોર્સ ઓનલાઇન કર્યો

આ ઉપરાંત, વર્તમાન પરિસ્થિતિને કારણે થયેલા નુકસાનની ભરપાઇ માટે IGNOUએ MA હિંદી કોર્સ ઓનલાઇન કર્યો છે. હવે આ સમગ્ર પી.જી. કોર્સને ઓનલાઇન ભણાવવાની પહેલી યુનિવર્સિટી બની ગઈ છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા MA હિંદી ઓનલાઇન કાર્યક્રમની સાથે અન્ય ઘણા અભ્યાસક્રમો પણ શરૂ કર્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી