• Home
  • Lifestyle
  • Health
  • If you want to lose weight, watch the horror movie, the 90 minute film will burn 113 calories

રિસર્ચ / વજન ઉતારવું હોય તો હોરર ફિલ્મ જૂઓ, 90 મિનિટની ફિલ્મ 113 કેલરી બર્ન કરશે

If you want to lose weight, watch the horror movie, the 90-minute film will burn 113 calories

Divyabhaskar.com

Sep 28, 2019, 05:28 PM IST

હેલ્થ ડેસ્કઃ હોરર ફિલ્મનું નામ સાંભળીને જ કેટલાક લોકોના માથે પરસેવો છૂટી જતો હોય છે. તો કેટલાક લોકો આ ફિલ્મ જોવાના શોખીન હોય છે. રાત્રે અંધારામાં બ્લન્કેટમાંથી માત્ર મોઢું બહાર કાઢીને હોરર ફિલ્મ જોવાની મજા જ કંઇક અલગ છે. તેમ છતાં કેટલાક લોકો હોરર ફિલ્મના નામથી જ એટલા ડરી જાય છે કે તેમના માટે આવી ફિલ્મ જોવાની તો બહુ દૂરની વાત છે. પરંતુ શું તમને ખબર છે હોરર ફિલ્મ જોવાથી વજન ઘટાડી શકાય છે? વાંચીને ભલે થોડું અજીબ લાગે પણ હોરર ફિલ્મો જોઇને તમે તમારું વજન ઘટાડી શકો છો.

વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટમાં થયેલા એક અભ્યાસ અનુસાર, હોરર ફિલ્મ જોવાથી કેલરી બર્ન થાય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 90 મિનિટની હોરર ફિલ્મ આશરે શરીરની 113 કેલરી બાળી શકે છે. સામાન્ય રીતે, જ્યારે 30 મિનિટનું વોક કરો ત્યારે આટલી કેલરી બર્ન થતી હોય છે. એટલે રોજ તમે જેટલી વધુ હોરર ફિલ્મ જોશો એટલી વધુ કેલરી બર્ન થશે.

આ રિસર્ચ એવા 10 લોકો પર કરવામાં આવ્યું જેઓ હોરર ફિલ્મો જોતાં હતાં. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, હોરર ફિલ્મ જોવાથી ધબકારા, ઓક્સિજનનું સેવન અને કાર્બન ડાયોક્સાઇડ આઉટપુટ વધે છે. હોરર ફિલ્મમાં સંભળાતી ચીસો અને ડરામણા અવાજોથી તણાવ વધે છે. આ સ્ટ્રેસ ઈન્ટેન્સ ફિઅર અને એન્કઝાઇટીથી આવે છે, જે ભૂખ દૂર કરે છે અને મેટાબોલિક રેટમાં વધારો કરે છે.

X
If you want to lose weight, watch the horror movie, the 90-minute film will burn 113 calories

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી