હરહંમેશ ઓન ડ્યૂટી / 108નો કર્મી કહે છે, ‘પેશન્ટ કોરોના સસ્પેક્ટ હોય કે પોઝિટિવ, અમે તો હોસ્પિટલ પહોંચાડીએ’

X

  • સાચા રાષ્ટ્રરક્ષક બનીને જીવના જોખમે કોરોના પેશન્ટને હેન્ડલ કરતા 108ના સ્ટાફ પાસે જતા ડરો નહીં, સપોર્ટ કરો

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:31 PM IST

અનિરુદ્ધસિંહ મકવાણા, અમદાવાદ: અમદાવાદ શહેર હોય કે આખા ગુજરાતનો કોઈ પણ ભાગ. જેવું કોરોના વાઈરસનો કોઈ પેશન્ટ નોંધાય અથવા વિદેશથી આવેલી વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરવાનો હોય તો સરકારી હેલ્પલાઈન 104 પર ફોન કરાય છે. પરંતુ 104 પરથી સીધી વર્ધી 108 પર અપાય છે અને 108માં કામ કરતો સ્ટાફ દિવસ-રાત જોયા વિના કોરોનાનો ચેપ લાગ્યો હોય કે ન લાગ્યો હોય, પરંતુ જે-તે વ્યક્તિને હોસ્પિટલ કે ક્વોરેન્ટાઈન સેન્ટરમાં પહોંચાડવાનું કામ કરે છે. આવા જ અડીખમ રાષ્ટ્રરક્ષક તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ નામના ઈએમટીએ પોતાની ફરજ સર્વોપરી હોવાનું ભારપૂર્વક કહેતા DivyaBhaskar સાથેની વાતચીતમાં ફરજમાં પડતી તકલીફોને પણ બયાન કરે છે.

ચિરાગભાઈની કહાણી તેમની જ જુબાનીમાં...

‘‘મારું નામ ચિરાગ છે અને હું મેઘાણીનગર લોકેશન પર ઈએમટી તરીકે ગત 21મીથી કોરોના પેશન્ટ માટે ફરજ બજાવું છું. મારા જેવા બીજા 60 લોકોનો સ્ટાફ કોરોના પેશન્ટ માટે 24 કલાક કામ કરે છે. અમે પૂરેપરી નિષ્ઠાથી અમારી ફરજ જીવના જોખમે પણ નિભાવીએ છીએ. પેશન્ટ કોરોનાનો સસ્પેક્ટ હોય કે પોઝિટીવ, અમે નૈતિક ફરજના ભાગરૂપે પેશન્ટને દવાખાને પહોંચાડીએ છીએ. અમને કોલ મળે એટલે અમે સીધા સ્પોટ પર પહોંચી જઈએ છીએ, દર્દી સસ્પેક્ટ હોય કે પોઝિટિવ અમે તેની દરકાર નથી રાખતા. અમે અમારા જીવના જોખમે અમારી કામગીરી બજાવીએ છીએ કારણ કે અમે રાષ્ટ્રની સેવા કરવા તૈયાર છીએ. 24 કલાક દિવસરાત અમે આ ફરજ બજાવીએ છીએ. કોરોના માટે ફરજ બજાવતા 108નો મોટાભાગનો સ્ટાફ પીજીમાં રહે છે. તેઓ બહાર જમે છે. પરંતુ લોકડાઉનમાં બધું બંધ હોવાથી તેઓ બહાર જમી શકતા નથી. 108 દ્વારા પણ આવા સ્ટાફ માટે ફૂડપેકેટ બનાવી જાતે પહોંચાડે છે. કોરોના વાઇરસને લઈ લોકો 108ના સ્ટાફ પાસે જતા કે કોલ દરમ્યાન ડરે છે. પરંતુ લોકોને અપીલ છે કે 24 કલાક કોરોના વાઇરસ સામે લડતા 108ના સ્ટાફને સપોર્ટ કરે. 108ના કર્મચારીઓને પણ ફૂડપકેટ, ચા-નાસ્તો અને જમવાનુ પહોંચાડી તેમની મદદ કરે.’’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી