તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક જ વેક્સિન:પાટડીમાં માસ્ક પહેર્યા વિનાના ગ્રાહકને માલ વેચશે તો વેપારીને રૂ.1000નો દંડ અને દુકાન સીલ કરાશે

પાટડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટડી પ્રાંત કલેક્ટરની આગેવાનીમાં વેપારીઓ, દુકાનદારો તેમજ પાનના ગલ્લાવાળાઓ સાથે મીટિંગ યોજાઇ
  • પાલિકાએ શહેરના વિવિધ માર્ગો પર જાહેર બોર્ડ મૂક્યાં, પેમ્ફલેટ ચોંટાડ્યાં

રાજ્યમાં કોરોનાના કેસ વધતા મોટા શહેરોમાં કફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે પાટડીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજ જાદવની આગેવાનીમાં પાટડીમાં વિવિધ વેપારીઓ, દુકાનદારો, પાનના ગલ્લાવાળાઓ સાથેની મીટીંગ યોજાઇ હતી. જેમાં દરેકે ફરજીયાત માસ્ક પહેરાવાની કડક સુચનાઓ આપવાની સાથે કોઇ ગ્રાહક માસ્ક વગર ખરીદી કરવા આવે અને એને કોઇ દુકાનદાર માલ વેચશે તો દુકાનદારને પણ રૂ. 1000નો દંડ અને બીજી વખત અઠવાડિયા માટે દુકાન સીલ કરવા સુધીની કડક સુચનાઓ આપવામાં આવી હતી.

બીજી બાજુ પાટડી નગરપાલિકા દ્વારા પાટડીની મુખ્ય બજારમાં જાહેર બોર્ડ મુકી લોકોને, દુકાનદારોને અને પાન ગલ્લા અને કેબીનોવાળાઓને ફરજીયાત માસ્ક પહેરવાની સુચના આપવાની સાથે માસ્ક ન પહેરનારા દુકાનદારોની દુકાનો સીલ કરવાની કડક સુચનાઓ સાથેનું જાહેર બોર્ડ અને પાટડીના વિવિધ વિસ્તારોમાં પેમ્ફલેટ ચોંટાડવામાં આવ્યા હતા. પાટડીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા લોકો પણ કામ વગર બહાર નીકળતા ફફડી રહ્યાં છે.

લખતર પોલીસે માસ્ક પહેર્યા વગરના લોકોને માસ્ક આપ્યા
કોરોના વાઇરસના કહેર ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરકાર દ્વારા પણ સંક્રમણ રોકવા મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યું જેવા આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર-લખતર સ્ટેટ હાઇવે ઉપર લખતર બસ સ્ટેન્ડ નજીક લખતર પી.એસ.આઇ. વાય.એસ.ચુડાસમા તથા તેમની ટીમ દ્વારા માસ્ક માટેની ડ્રાઈવ યોજવામાં આવી હતી. પરંતુ આ વખતે પોલીસે માસ્ક વગરનાં વ્યક્તિઓને દંડ કરવામાં આવ્યો ન હતો. પોલીસે ગાંધીગીરી નો રસ્તો અપનાવી અને “અત્યારે માસ્ક જ વેક્સિન છે” તે સમજાવી રોડ ઉપર માસ્ક વગર નીકળતા વ્યક્તિઓને માસ્ક પહેરાવતા જોવા મળ્યા હતા.

સુરેન્દ્રનગરમાં માસ્ક વિતરણ કરી જાગૃત્તિ ફેલાવાઇ
સુરેન્દ્રનગર શહેરના બી-ડિવીઝનના પીએસઆઈ એસ.બી.સોલંકી અને સ્ટાફના કર્મચારીઓ દ્વારા માસ્ક વિતરણની કામગીરી કરી હતી. તેમજ લોકો સરકારની ગાઇડ લાઈનનું પાલન કરે અને હાલમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આથી તેને અટકાવવા માટે લોકો માસ્ક પહેરે તેવી જાગૃતી લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરિણામે પોલીસની આ કાર્યવાહીને કારણે વઢવાણથી સુરેન્દ્રનગર તરફ જતા-આવતા રાહદારીઓ તેમજ લોકોએ વધાવી લઇને માસ્ક લઇને તેને પહેર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો