ટૂર / નૈનીતાલ ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો IRCTC ટૂર પેકેજ લાવ્યું, ભાડું વ્યક્તિ દીઠ 18,900 રૂપિયા

If planning to travel Nainital then bring IRCTC tour package

Divyabhaskar.com

Nov 07, 2019, 01:18 PM IST
ટ્રાવેલ ડેસ્કઃ શિયાળાની ઋતુમાં ફરવા ક્યાંક હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો IRCTC તમારા માટે નૈનીતાલ ફરવાનું ટૂર પેકેજ લાવ્યું છે. નૈનીતાલ સ્પેશિયલ નામના આ ટૂર પેકેજમાં તમને નૈનીતાલ, મુક્તેશ્વર, ભીમતાલ, કાઠગોદામ અને સત્તલ વગેરે જગ્યાઓએ ફરવાની તક મળશે. 5 દિવસ અને 4 રાતનાં આ ટૂર પેકેજ દર ગુરુવારે લખનઉથી શરૂ થશે. આ આખી ટ્રિપ થર્ડ ટાયર એસી કોચમાં હશે.
આ સુવિધાઓ મળશે
  • આ પ્રવાસ ટ્રેનના થર્ડ ટાયર એસી કોચ દ્વારા કરવામાં આવશે. આ પેકેજ અંતર્ગત ગુરુવારે ટ્રેન કાઠગોદામથી લખનઉથી રવાના થશે.
  • આ પેકેજમાં તમને નૈનીતાલના ચાર પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. નૈનીતાલની હોટલમાં રોકાવાની વ્યવસ્થા હશે. આ ઉપરાંત, પેકેજમાં લંચ અને ડિનર પણ સામેલ છે.
  • આ સિવાય, ટ્રેનના એસી કોચની ટિકિટ પેકેજમાં જ સામેલ છે. સ્ટેશન આવવા-જવા અને ફરવા માટે શેરિંગ બેઝ પર ટ્રાન્સપોર્ટની સુવિધા મળશે.
ભાડું કેટલું રહેશે?
  • જો તમે બે લોકો જઇ રહ્યા હો તો આ ટૂર પેકેજની કિંમત વ્યક્તિ દીઠ 18,900 રૂપિયા થશે. તેમજ, જો તમે ટ્રિપલ ઓક્યૂપન્સી લો તો તમારે વ્યક્તિ દીઠ 14,900 રૂપિયા ચૂકવવા પડશે. જો 5થી 11 વર્ષના બાળકો માટે અલગથી બેડ લેવો હોય તો 8,900 રૂપિયા ચૂકવવા પડશે અને બેડ વગર 7,750 રૂપિયા ચૂકવવાના રહેશે.
  • તમે રિઝર્વેશન કાઉન્ટર પરથી આ ટૂર પેકેજનું બુકિંગ કરાવી શકો છો.
X
If planning to travel Nainital then bring IRCTC tour package

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી